Not Set/ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈએ સીબીઆઈને બતાવી તેની ખામી અને તાકત

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનનાં એક કાર્યક્રમમાં સવાલ કર્યો હતો કે જ્યારે કેસનો રાજકીય રંગ ન હોય ત્યારે સીબીઆઈ કેમ સારી કામગીરી કરે છે. ન્યાયાધીશ ગોગોઇએ, બે વર્ષનાં ગાળા પછી ડી.પી.કોહલી મેમોરિયલ લેક્ચરની 18 મી આવૃત્તિમાં એજન્સીની ખામીઓ અને તાકતો વિશે નિખાલસતાથી વાત કરી અને તેને આગળ વધવાની સલાહ પણ આપી. […]

India

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનનાં એક કાર્યક્રમમાં સવાલ કર્યો હતો કે જ્યારે કેસનો રાજકીય રંગ ન હોય ત્યારે સીબીઆઈ કેમ સારી કામગીરી કરે છે. ન્યાયાધીશ ગોગોઇએ, બે વર્ષનાં ગાળા પછી ડી.પી.કોહલી મેમોરિયલ લેક્ચરની 18 મી આવૃત્તિમાં એજન્સીની ખામીઓ અને તાકતો વિશે નિખાલસતાથી વાત કરી અને તેને આગળ વધવાની સલાહ પણ આપી.

તેમણે કહ્યું, ‘તે સાચું છે કે ઘણા ઉચ્ચ પ્રોફાઇલ અને સંવેદનશીલ કેસોમાં એજન્સી ન્યાયિક તપાસનાં ધોરણોને પૂર્ણ કરી શકી નથી. એ પણ એટલું જ સાચું છે કે આવી ભૂલો ક્યારેક ક્યારેક ન થાય.’ ન્યાયાધીશ ગોગોઇએ કહ્યું કે, આ પ્રકારનાં કેસો પ્રણાલીગત સમસ્યાઓ ઉજાગર કરે છે અને સંસ્થાકીય આકાંક્ષાઓ, સંગઠનાત્મક માળખું, કાર્યકારી સંસ્કૃતિ અને રાજકારણની વચ્ચે સંકલનનો અભાવ દર્શાવે છે.

તેમણે કહ્યું કે એવું કેમ છે કે જ્યારે કોઈ કેસનો રાજકીય રંગ ન હોય, તો સીબીઆઈ સારું કામ કરે છે. વિપરીત પરિસ્થિતિને કારણે વિનીત નારાયણ વિરુદ્ધ ભારત સંઘનો કેસ થયો, જેમાં સુપ્રીમ કોર્ટે એજન્સીની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.