ગુજરાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરે દર્શન કરી તેમના જન્મ દિવસનાં દિવસની કરી શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે

Top Stories Gujarat Others
cm

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ દિવસ છે. સીએમએ પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાનને ભાવ વંદન તેમજ નિરૂમાંની સમાધિનાં દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

cm birthday

 

cm birthday

 

cm birthday

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ઉપરાંત ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનએ સરાહના કરી છે. વડાપ્રધાનએ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી પટેલે આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.ચારે તરફથી લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ભુપેન્દ્ર પટેલનાં જન્મ દિવસે શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેમના આરોગ્યની તેમજ સુખાકારી માટે મંગલ કામના કરી રહ્યા છે.

cm

આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર