Hardik Patel In BJP/ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર નહીં રહે!

 હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ જશે,  ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.

Top Stories Gujarat
3 2 હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર નહીં રહે!

 હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ જશે,  ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.હાર્દિક પટેલના ભાજપના જોડાવવા મામલે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા  છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જ્યારે આજે ભાજપમાં કેસરિયા કરવાના છે, ત્યારે જ રાજ્યના પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને સીમિત  રાખવાનો ભાજપનો પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જ હોવા છતાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં હાજર નહીં રહે. મુખ્યમંત્રી હાજર નહીં રહીને તેમને આડકતરી રીતે મોટા રાજકીય સંકેતો આપી દીધા છે.

હાર્દિકના કાર્યક્રમમાં માત્ર સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જ ભાજપમાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે નહી તેવી માહિતી આઘારભૂત સૂત્રોએ આપી છે. ઉલ્લેખનીય છે કે ભાજપમાં કેસરિયા કરતાં પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.