Junagadh News/ જૂનાગઢમાં રમતા-રમતા બાળકનું મોત

બાળકના મોત (Child Death) પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Gujarat Others Breaking News
બાળકના મોત (Child Death) પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Junagadh News : જૂનાગઢ (Junagadh) જિલ્લામાં વાલીઓ માટે ચેતવણીરૂપ એક દુઃખદ ઘટના સામે આવી છે. કાલસારી ગામે વેકેશન માણવા આવેલા 11 વર્ષના બાળકનું રમત-રમતમાં ગળેફાંસો લાગી જતાં કરુણ મોત નિપજ્યું હતું. બાળકના મોત (Child Death) પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, બાળક ઘરની અંદર રમતો હતો. આ દરમિયાન તેણે દીવાલની ખીંટી પર ચૂંદડી બાંધી હતી અને રમત દરમિયાન અચાનક ચૂંદડીનો ગાળિયો તેના ગળામાં ફસાઈ ગયો હતો. બાળકને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ તે પહેલા જ બેભાન થઈ ગયો હતો.

પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે કે નાના બાળકો રમતા સમયે ખાસ દેખરેખ રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.


આ પણ વાંચો : લખનૌમાં સાવકી માતા અને પિતાના મારથી 5 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો : દ્વારકામાં રખડતા શ્વાનના ક્રૂર હુમલાથી 5 વર્ષના નિર્દોષ બાળકનું મોત

આ પણ વાંચો : વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું મોત