lucknow News/ લખનૌમાં સાવકી માતા અને પિતાના મારથી 5 વર્ષના બાળકનું મોત

Child Dies :સાવકા માતા અને પિતાના મારપીટના કારણે બાળકનું મોત થયું હતું

Top Stories India
Child Dies :સાવકા માતા અને પિતાના મારપીટના કારણે બાળકનું મોત થયું હતું

Lucknow News : ઉત્તર પ્રદેશના લખનૌ શહેરના ચોક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં પાંચ વર્ષના માસૂમ અર્ણવનું તેના સાવકા માતા (Stepmother)અને પિતાના મારપીટના કારણે મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે.

માહિતી મુજબ, અર્ણવને લાંબા સમયથી ઘરમાં નિર્દયતાથી માર મારવામાં આવતો હતો. તાજેતરમાં થયેલી મારપીટ એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ બાળકનું મોત(Child Dies) થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીર પર અનેક ઇજાઓ જોવા મળી છે, જેમાં તાજા ઘા ઉપરાંત જૂના ઘા પણ મળી આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે અર્ણવને સતત ત્રાસ આપવામાં આવતો હતો.

બાળકના દાદી અને મામાના જણાવ્યા મુજબ, તેમને અર્ણવને મળવાની પણ મંજૂરી આપવામાં આવતી નહોતી. તેઓએ આક્ષેપ કર્યો કે બાળકના શરીર પરના ઘા છુપાવવા માટે તેને ઉનાળામાં પણ આખી બાંયના કપડાં અને મંકી કેપ પહેરાવવામાં આવતી હતી જેથી અન્ય લોકોને કંઈ શંકા ન થાય.

આરોપી પિતા અને સાવકી માતા(Stepmother)ની ધરપકડ

ઘટનાની જાણ થતા જ ચોક પોલીસ સ્થળ પર પહોંચી અને આરોપી પિતા અને સાવકી માતા(Stepmother) ની ધરપકડ કરી. પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો. જ્યારે પોલીસ આરોપીઓને તેમના ઘરે લઈને પહોંચી ત્યારે વિસ્તારમાં લોકોનો જમાવડો થયો અને કેટલાક લોકોએ આરોપીઓને માર મારવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસ ફોર્સની હાજરીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી અને આરોપીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

જાણકારી મુજબ, અર્ણવના પિતા વ્યવસાયે વકીલ છે જ્યારે સાવકી માતા (Stepmother)ઘરે બુટિક ચલાવતી હતી. ઘટનાથી આક્રોશિત પડોશીઓ આરોપી દંપતીને કડકથી કડક સજા કે મૃત્યુદંડ આપવાની માંગ કરી રહ્યા છે.

પશ્ચિમ ઝોનના ડીસીપી વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળક પર ત્રાસના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : સુરતમાં અજાણી મહિલાએ 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાળકનું મોત

આ પણ વાંચો : ભાટપોરમાં કોબ્રા સાપના કરડવાથી બાળકનું મોત

આ પણ વાંચો : કચ્છમાં મટકી ફોડ ઉજવણી દરમિયાન વિજપોલ પડતા બાળકનું મોત, ઉત્સાહ માતમમાં ફેરવાયો