Not Set/ સુરત/ પાણી ભરેલી ડોલમાં પડતા બાળકીનું મોત

શહેરના પાંડેસરા વિસ્તારમાં ભવાનગરની ઘટના દોઢ વર્ષીય બાળકી રમતા રમતા ડોલમાં પડી હતી માતા-પિતાની ગેરહાજરીમાં બાળકી પડી ડોલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભવાનગરમાં રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી પાણીની ડોલમાં પડી જતા મોત નીપજ્યું છે. માતા-પિતાની ગેરહાજરીમાં રમતા રમતા બાળકી અચાનક પાણીની ડોલમાં પડી જતાં […]

Gujarat Surat
Untitled૩ 1 સુરત/ પાણી ભરેલી ડોલમાં પડતા બાળકીનું મોત
  • શહેરના પાંડેસરા વિસ્તારમાં ભવાનગરની ઘટના
  • દોઢ વર્ષીય બાળકી રમતા રમતા ડોલમાં પડી હતી
  • માતા-પિતાની ગેરહાજરીમાં બાળકી પડી ડોલમાં
  • અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભવાનગરમાં રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી પાણીની ડોલમાં પડી જતા મોત નીપજ્યું છે. માતા-પિતાની ગેરહાજરીમાં રમતા રમતા બાળકી અચાનક પાણીની ડોલમાં પડી જતાં બાળકીનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર બાળકી ઓટલા પર મુકેલી પાણીની ડોલમાં રમતા રમતાં ડૂબી ગઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાંડેસરામાં આવેલા બમરોલી રોડ પરની ભવાનગર સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગનું કામ કરતાં અંકિત મિશ્રાની આશરે દોઢ વર્ષની દીકરી સૌમ્યા ઘરના ઓટલા પર રમતી હતી. માતા ઘરકામ કરતી હતી. ત્યારે ઓટલા પર પાણીની ડોલ પાસે રમતી સૌમ્યા ડોલમાં ડૂબી ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં બાળકીને આજે મૃત જાહેર કરવામાં આવી હતી. અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.