Not Set/ પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા

દેશમાં 18 વર્ષથી ઓછી વયનાં કોઇપણને મજૂરી કરાવવા પર કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. અને જે લોકો આ રીતે મજૂરી કરાવતા હોય તેમને મોટી સજા પણ થઇ શકે છે.

Gujarat Others
11 44 પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

દેશમાં 18 વર્ષથી ઓછી વયનાં કોઇપણને મજૂરી કરાવવા પર કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. અને જે લોકો આ રીતે મજૂરી કરાવતા હોય તેમને મોટી સજા પણ થઇ શકે છે. ત્યારે તાજેતરમાં પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે આવા જ દ્રશ્યો સામે આવ્યા છે.

11 46 પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા

મહામારીમાં જનજીવન / દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે હાલમાં બસ સ્ટેશનથી લઈને મેઈન બજારમાં આર.સી.સી. રસ્તાનાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ રસ્તાની કામગીરી માટે તાજેતરમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો કરાવવામાં આવી રહ્યા છે. દેશમાં બાળમજૂરી પર પ્રતિબંધ છે, ત્યારે શહેરામાં આ આર.સી.સી. રસ્તાનાં કામગીરીમાં બે બાળ મજૂરો મજૂરી કરતા જોવા મળ્યા હતા. શહેરા બસ સ્ટેન્ડની બાજુમાંથી જે મેઈન બજાર તરફ જવાનો રસ્તો પાછલા કેટલા સમયથી તોડી નાખવામાં આવ્યો હતો, જે રસ્તાની કામગીરી હાલમાં શરૂ કરવામા આવી છે. જેમા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો જોડે આ રસ્તો બનાવાની કામગીરી કરાવી રહ્યા છે.

11 45 પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા

જમ્મુ / આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

આ રસ્તાની કામગીરીમાં બે કિશોરો બાળ મજૂરી કરતા નજરે પડયા હતા. બે બાળમજૂરો સિમેન્ટ ક્રોકિટનાં મિકસરને પાથરી સરખું કરી રહ્યા હોય એવા દ્રશ્યો નજરે સામે આવ્યા છે. હાલ તો દેશમાં 18 વર્ષથી ઓછી ઉમરનાં કિશોરોને મજૂરી કરવા માટે પ્રતિબંધ છે, ત્યારે આ રસ્તાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને આ વાત ધ્યાને કેમ નહી હોય!!?? એ એક મોટો સવાલ ઉભો થયો છે. હવે એ જોવું રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

Footer પંચમહાલનાં શહેરામાં RCC રસ્તાનાં નવીનકરણમાં બાળ મજૂરો કામ કરતા નજરે પડ્યા