વડોદરા/ સમાજ સુરક્ષા સંકુલમાંથી 12 વર્ષીય બાળક લાપતા, શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો

ડોદરાના નિઝામપુરા ખાતે આવેલી સમાજ સુરક્ષા સંકુલમાંથી એક બાર વર્ષીય બાળક લાપતા થયું છે. આ બાળક ને દોઢ મહિના પહેલા  રેલ્વે ચાલીડ લાઇન દ્વારા આ બાળકને નિઝામપૂરા સમાજ સુરક્ષા સંકુલમાં મૂકવામાં આવ્યો હતો. 

Top Stories Gujarat Vadodara
123 સમાજ સુરક્ષા સંકુલમાંથી 12 વર્ષીય બાળક લાપતા, શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો
  • 12 વર્ષનો બાળક નિઝામપુરા સુરક્ષા સંકુલમાંથી લાપતા
  • રેલ્વે ચાઇલ્ડ લાઈન દ્વારા બિનવારસી બાળકને મુકાયો હતો
  • બાળકની શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો
  • પ્રોજેક્ટ મેનેજરે નોંધાવી ફરિયાદ
  • ફતેગંજ પોલીસે આરંભી બાળકની શોધખોળ

વડોદરાના સામાજિક સંસ્થામાં રહેલો બાળક સંસ્થામથી ગુમ થયો છે.  સંસ્થા દ્વાર શોધખોળ બાદ પણ બાળકનો પત્તો મળ્યો ના હતો. અને આ અંગે સંસ્થા દ્વારા પોલીસમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના નિઝામપુરા ખાતે આવેલી સમાજ સુરક્ષા સંકુલમાંથી એક બાર વર્ષીય બાળક લાપતા થયું છે. આ બાળક ને દોઢ મહિના પહેલા  રેલ્વે ચાલીડ લાઇન દ્વારા આ બાળકને નિઝામપૂરા સમાજ સુરક્ષા સંકુલમાં મૂકવામાં આવ્યો હતો.  તા. 22 ના રોજ બપોરે નાસ્તો કર્યા બાદ આ બાળક ગ્રાઉન્ડમાં રમી રહ્યું હતું. દરમિયાન અચાનક ગાયબ થઈ જવાનું સંસ્થાના ધાયને આવ્યું હતું. અને તેની શોધ ખોળ હાથ ધરી હતી.  રેલ્વે સ્ટેશન, કમાટીબાગ, બસ સ્ટેશન વગેરે જગ્યાએ બાળકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બાળક મળ્યો ન હતો. ચાઇલ્ડ લાઇન સંસ્થાની મહિલા કાર્યકર દ્વારા પણ બાળકની શોધ કરવામાં આવી હતી. પરંતુ, બાળકનો ક્યાય પત્તો મળ્યો ના હતો.  ફતેગંજ પી.આઈ.કે.પી.પરમારે અપહરણનો ગુનો દાખલ કરી ગુમ બાળકની શોધખોળ હાથ ધરી હતી.

World/ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા માટે અમેરિકાન મદદ કરી રહ્યું છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી

National/ આ પહાડી રાજ્યમાં દર વર્ષે ચોમાસું લાવે છે મોતનું ભયાનક તાંડવ: 5 વર્ષમાં 1,550 લોકોના મોત,