Galwan Valley/ ચીનના સામ્યવાદી પક્ષની બેઠકમાં જિનપિંગની હાજરીમાં ગલવાનનો વિડીયો બતાવાયો

ચીનની સામ્યવાદી પાર્ટીએ રવિવારે તેની 20મી રાષ્ટ્રીય કોંગ્રેસ યોજી હતી, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકની ખાસિયત એ હતી કે તેમા ગલવાન અથડામણની એક ક્લિપ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.

Top Stories World
china jinping ચીનના સામ્યવાદી પક્ષની બેઠકમાં જિનપિંગની હાજરીમાં ગલવાનનો વિડીયો બતાવાયો
  • 20મા રાષ્ટ્રીય અધિવેશનમાં ગલવાનના ચીની સૈન્ય કમાન્ડર ક્વિ ફાબાઓએ હાજરી આપી
  • ચીનના સ્પેસ પ્રોગ્રામના અન્ય અપેક્ષિત દ્રશ્યો અને તેના નવા ઘરેલુ પેસેન્જર જેટ C919 દર્શાવાયા
  • ચીને લોકોની સલામતી અને આરોગ્યને ટોચના સ્તરે સુનિશ્ચિત કરી

ચીનની સામ્યવાદી પાર્ટીએ રવિવારે તેની 20મી રાષ્ટ્રીય કોંગ્રેસ યોજી હતી, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકની ખાસિયત એ હતી કે તેમા ગલવાન અથડામણની એક ક્લિપ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. મુખ્ય બેઠકમાં ચીની સૈન્ય કમાન્ડર ક્વિ ફાબાઓએ હાજરી આપી હતી, જે ગયા વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં અથડામણમાં ઘાયલ થયા હતા.

વિઝ્યુઅલ સ્ક્રીનિંગમાં ફાબાઓની એક તસ્વીર હતી, જે ગલવાન ખીણની અથડામણ પછી ચીની પ્રચાર માધ્યમો દ્વારા વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી હતી. આ ક્લિપમાં ફાબાઓ ભારતીય સૈનિકોનો સામનો કરતા જોઈ શકાય છે.

ઇવેન્ટમાં CPC ના પરાક્રમો દર્શાવતો વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેનો એક નાનો હિસ્સો ગલવાન વેલી ફૂટેજ ધરાવે છે. તે સિવાય, ચીનના સ્પેસ પ્રોગ્રામના અન્ય અપેક્ષિત દ્રશ્યો અને તેના નવા ઘરેલુ પેસેન્જર જેટ, C919, પણ 20મી કોંગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

શી જિનપિંગે તેમના ભાષણની શરૂઆત સામ્યવાદી પાર્ટીના શાસનને વધાવીને કરી હતી અને નોંધ્યું હતું કે સભા નિર્ણાયક સમયે આવી હતી. પોતાના દેશને બિરદાવતા જિનપિંગે કહ્યું, “ચીને લોકોની સલામતી અને આરોગ્યને સર્વોચ્ચ સ્તરે સુરક્ષિત કર્યું છે અને સામાજિક અને આર્થિક વિકાસ સાથે રોગચાળાની રોકથામ અને નિયંત્રણના સંકલનમાં નોંધપાત્ર સકારાત્મક પરિણામો પ્રાપ્ત કર્યા છે.

આ બેઠકના પગલે ચીનના સુપ્રીમો જિનપિંગની સામે બળવો થયો હોવાની અટકળો પર પણ પૂર્ણવિરામ આવી ગયો હતો. આ બેઠકમાં જિનપિંગ રાબેતા મુજબ બીજા અધિકારીઓ સાથે મુક્તમને વાત કરતા જોવા મળ્યા હતા. તેઓના ચહેરા પર ક્યાંય તનાવ ન હતો. આમ છતાં પણ હાલમાં તેમને ફરીથી પ્રમુખપદે રાખવા સામે સમગ્ર ચીનમાં દેખાવ થઈ રહ્યા છે. સરાકારે તેના પગલે કુલ 16 લાખ લોકોની ધરપકડ કરી હોવાનું માનવામા  આવે છે.