surat crime news/ સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ મામલે 2 શખ્સની કરાઈ ધરપકડ

સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 03 24T142656.311 સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ મામલે 2 શખ્સની કરાઈ ધરપકડ

સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ રેકેટમાં બે શખ્સ આસિફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમો નકલી માર્કશીટ-ડિગ્રી લોકો સુધી પોહચાડતા હતા. આ રેકેટમાં આસિફ જીવાણી અને કેતન જેઠવા આરોપી આસિફ થકી 10 લોકોને નકલી ડિગ્રી આપી છે.

પોલીસે બંને ઇસમોની ધરપકડ કરતા તપાસ હાથ ધરતા સામે આવ્યું કે નકલી માર્કશીટ કૌભાંડ વર્ષ 2011થી ચાલતું હતું. નકલી માર્કશીટ કૌભાંડ ભારતના અલગ-અલગ રાજ્યો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલ છે. નકલી માર્કશીટ કૌભાંડમાં અગાઉ નિલેશ સવાલિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી 137 નકલી માર્કશીટ મેળવી હતી. નિલેશ પોતે નકલી માર્કશીટ બનાવ હતો ઉપરાંત ઉત્તરપ્રદેશના ફરીદાબાદના મનોજકુમાર નામનો શખ્સ પણ નકલી માર્કશીટ બનાવી નિલેશને મોકલતો હતો. આ બંને શખ્સ ઉપરાંત સુરત અને દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર એજન્ટો આ કૌભાંડમાં સામેલ છે. 2011થી ચાલતા નકલી માર્કશીટ કૌભાંડમાં નિલેશ નામના શખ્સે 70થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ આપી યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ 2 આરોપી આસિફ જીવાણી અને કેતન જેઠવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Cyber Fraud/MICA ના વડા શૈલેન્દ્ર રાજ મહેતા સાથે કરોડથી વધુ રકમનો સાઇબર ફ્રોડ

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ Ahmedabad Incident/વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ  કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું