અમદાવાદ/ ઔડાનું 2022-23 નું રૂ. 1356.29 કરોડની રકમનું બજેટ મંજૂર

ઔડા દ્વારા નવા વર્ષમાં ધોળકા, ભાટ, ઘુમામાં નવા ફ્લાઇ ઓવરબ્રિજ બંધાશે. 2022-23 ના વર્ષના બજેટમાં 65 કિલોમીટરના નવા રોડનું આયોજન કરાયું છે. લોજીસ્ટીકપાર્કમાં રોડ, ફૂટપાથ, સ્ટોર્મવોટર ડ્રેનેજના નિર્માણ ઉપર પહેલી વખત ભાર મુકાયો છે. ઔડાના નવા બિલ્ડિંગની યોજના ફરી વખત બજેટમાં ચમકી છે.

Ahmedabad Gujarat
ઔડાનું

@પ્રફુલ્લ ત્રિવેદી

અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી-ઔડાનું વર્ષ 2022-23 ના વર્ષનું રૂ. 1356.29 કરોડનું બજેટ ચેરમેન લોચન સહેરાના અધ્યક્ષસ્થાને મળેલી ઔડાની બોર્ડ બેઠકમાં મંજૂર કરાયું છે. આ બેઠકમાં વર્ષ 2021-22 ના રિવાઈઝ્ડ બજેટને પણ પાસ કરવામાં આવું હતું.

વર્ષ 2022-23 માં અંદાજિત 1356.29 કરોડની આવક સામે 1210.73 કરોડના ખર્ચનો અંદાજ મૂકયો છે. અંદાજની 1356.29 કરોડની આવક બાબતે ઔડાના સીઇઓ ડી. પી દેસાઇએ જણાવ્યું હતું કે, મહેસૂલી આવક પેટે રૂ. 806.29 કરોડ,ડિપોઝિટ પેટે રૂ.75 કરોડ અને  રૂ. 475 કરોડ લોન પેટે પ્રાપ્ત થવા ઉપરાંત રૂ. 300 કરોડની રકમ જુદાં-જુદાં પ્લોટોના વેચાણમાંથી મેળવવામાં આવશે.

વિકાસકામો અંગે ચેરમેન લોચન સહેરાએ જણાવ્યું હતું કે, હાલ 7 રેલ્વે અને અન્ય ફ્લાઇ ઓવરબ્રિજની  કામગીરી ચાલુ છે, વધુ નવા ત્રણ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરશે. તે માટે રૂ. 116.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા બ્રિજમાં ધોળકા બ્રાન્ચ કેનાલ વિસલપુર, ધૂમા રેલ્વે ઓવરબ્રિજ, ભાટ એપોલો સર્કલનો સમાવેશ થવા જાય છે. હાલ 3 વિસ્તારોમાં 2121 આવસયોજનના મકાનો બંધાઈ રહ્યા છે. ઉપરાંત સાણંદ, મહેમદાવાદ અને અસલાલીમાં નવા 2073 આવસોનું નિર્માણ કરાશે અને એ માટે રૂ. 178.65 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવી ટીપીમાં 65 કિલોમીટર રોડના નિર્માણ પાછળ રૂ. 100 કરોડ ખર્ચવાનું નક્કી થયું છે. ખાસ કરીને લોજિસ્ટિક ઝોન ઉપર ભાર દેવામાં આવશે અને ત્યાં રોડ, ફૂટપાથ અને સ્ટોર્મવોટર ડ્રેનેજનીસુવિધા ઊભી કરાશે.

નવું શું બનશે…

  • ઔડાની ઓફિસનું નવું બિલ્ડિંગ બંધાશે તે માટે  25 કરોડની જોગવાઈ
  • જલમિશન હેઠળ 45 ગામોમાં પાણી પૂરું પાડવા રૂ. 104.92 કરોડની યોજના
  • ડ્રેનેજની કામગીરી પાછળ રૂ. 81.59 કરોડ ખર્ચશે.
  • રૂ. 32.51 કરોડના ખર્ચે કોમ્યુનિટી હૉલ અને ઓડીરોરિયમ બંધાશે.
  • તળાવ અને બગીચાઓના વિકાસ પાછળ રૂ. 17.80 કરોડનો ખર્ચ કરાશે.
  • રમત-ગમતના મેદનોના વિકાસ પાછળ રૂ. 10.69 કરોડ ખર્ચાશે.
  • 4 ગ્રોથ સેન્ટરના વિકાસ પાછળ રૂ. 34.47 કરોડનો ખર્ચ કરાશે.
  • બોપલમાં બંધાતા ફાયર સ્ટેશન માટે રૂ. 9.35 કરોડની ફાળવણી

આ પણ વાંચો :ગુજરાતમાં દારૂબંધીની વાતો કાગળ પર, ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં થઇ દારૂની રેલમછેલ

આ પણ વાંચો :વડોદરામાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા લીરેલીરા, ટુ વ્હીલર પર 5 લોકો થયા સવાર

આ પણ વાંચો :અંક્લેશ્વરમાં લોક ડાયરામાં થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ, યુવાને હવામાં કર્યું ફાયરિંગ

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?