Violence/ અમેરિકાની હિંસાથી ખુશ થઇ રહ્યુ છે ચીન, આ રીતે ઉડાવી રહ્યુ છે મજાક

અમેરિકામાં હાલમાં તણાવનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ તણાવ વચ્ચે ચીનને હાથ સેકવાની જાણે તક મળી ગઇ હોય તેવુ દેખાઇ રહ્યુ છે…

World
Makar 53 અમેરિકાની હિંસાથી ખુશ થઇ રહ્યુ છે ચીન, આ રીતે ઉડાવી રહ્યુ છે મજાક

અમેરિકામાં હાલમાં તણાવનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ તણાવ વચ્ચે ચીનને હાથ સેકવાની જાણે તક મળી ગઇ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. યુએસ કેપીટલ બિલ્ડિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકો દ્વારા મચાવવામાં આવેલા તોફાનથી ચીનને એકવાર ફરી ખુશ થવાની તક મળી છે. ચીનમાં, ઇન્ટરનેટ પર સતત અમેરિકા હિંસાને લઇને મજાક બનાવવામાં આવી રહ્યો છે અને સરકારથી લઇને સામાન્ય ચીની સુધી તેની તુલના 2019 માં હોંગકોંગમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનથી કરવામાં આવી રહી છે.

Makar 54 અમેરિકાની હિંસાથી ખુશ થઇ રહ્યુ છે ચીન, આ રીતે ઉડાવી રહ્યુ છે મજાક

યુ.એસ.માં બુધવારે ભારે હંગામો થયો હતો અને ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર તોફાન મચાવી રહ્યા હતા, જેના પગલે પોલીસ અને સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને જેમા ચાર લોકો માર્યા ગયા હતા. આ ઘટનાએ ચીનની સ્ટેટ મીડિયા અને કમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સને તેની મજાક કરવાની તક પણ આપી અને તેણે ઘણી તસવીરોથી અમેરિકાની મજાક પણ ઉડાવી હતી. ગ્લોબલ ટાઇમ્સે અમેરિકન હિંસાની તુલના હોંગકોંગનાં વિરોધ સાથે કરી હતી અને બંને ઘટનાઓનાં અનેક ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામોમાં થયેલી નિરાશા પછી પ્રદર્શન દરમિયાન લેવામાં આવેલી તસવીરોમાં, ટ્રમ્પ સમર્થકો યુએસ કેપિટલમાં ચઢાઇ કરતા, સેલ્ફી લેતા, સુરક્ષા કર્મચારીઓ સાથે મારામારી કરતા અને બિલ્ડિંગનાં ભાગોમાં તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો દ્વારા ગ્લોબલ ટાઇમ્સે અમેરિકા પર કટાક્ષ કર્યો છે અને અમેરિકન હિંસાને ‘પેલોસીનું સુંદર પરિદ્રશ્ય’ ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, જૂન 2019 માં, યુ.એસ. ગૃહનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ એક ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે હોંગકોંગનાં વિરોધ પ્રદર્શનને ‘એક સુંદર દ્રશ્ય જોવાનુ’ ગણાવ્યું હતું.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, તે જોવું રસપ્રદ રહેશે કે શું તે કેપિટલ હિલમાં આ હંગામા વિશે આવું જ કહેશે કે નહીં. અહીં ચીનનાં કમ્યુનિસ્ટ યુથ લીગએ પણ ટ્વિટર જેવા વીબો પ્લેટફોર્મ પરની આ અમેરિકન હિંસાને “સુંદર દ્રશ્ય” ગણાવ્યું છે. હેશટેગ #Trump supporters storm US Capitol ગુરુવારે ચિની પ્લેટફોર્મ વીબો પર છવાયેલુ રહ્યુ હતું અને અત્યાર સુધીમાં 230 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે. ચીની સોલ મીડિયા પર અમેરિકન ઘટનાની ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે અને લોકો હોંગકોંગની ઘટના સાથે તેની તુલના કરવામાં ખુશ થઇ રહ્યા છે.

Covid-19 / ચીનમાં ફરી ઝડપથી ફેલાવા લાગ્યો કોરના, 5 મહિનામાં નોંધાયા સૌથ…

Tweeter / અમેરિકાની હિંસા બાદ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે કર…

USA / USમાં ટ્રમ્પ સમર્થકો હોબાળો કરતાં બિલ્ડિંગમાં ઘૂસ્યાં,હિંસામ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો