ડ્રેગન/ બેલેસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ્સને ટ્રેક કરવામાં સક્ષમ ચીની જહાજ શ્રીલંકા બંદર માટે રવાના,ભારત માટે ખતરો

અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન અમેરિકા પર ભડકી રહ્યું છે અને ત્યારથી ચીન તાઈવાનને ઘેરવામાં વ્યસ્ત છે

Top Stories World
8 9 બેલેસ્ટિક મિસાઇલ અને સેટેલાઇટ્સને ટ્રેક કરવામાં સક્ષમ ચીની જહાજ શ્રીલંકા બંદર માટે રવાના,ભારત માટે ખતરો

અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન અમેરિકા પર ભડકી રહ્યું છે અને ત્યારથી ચીન તાઈવાનને ઘેરવામાં વ્યસ્ત છે. શ્રીલંકાના એક બંદરે જઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલો અને ઉપગ્રહોને ટ્રેક કરવામાં સક્ષમ ચીનના જહાજને કારણે ભારતમાં સુરક્ષાની ચિંતા વધી છે.

ચીનના આ પગલાથી ભારતને પણ ચિંતા થશે કારણ કે જો આ જહાજને હિંદ મહાસાગરના કોઈપણ ભાગમાં તૈનાત કરવામાં આવશે તો આ જહાજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા વ્હીલર દ્વીપ પરથી ભારતના મિસાઈલ પરીક્ષણો પર નજર રાખી શકશે. યુઆન વાંગ વર્ગનું જહાજ 11 અથવા 12 ઓગસ્ટના રોજ હમ્બનટોટા બંદર પર પહોંચવાની અપેક્ષા છે. આ જહાજ ઉપગ્રહો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરે છે. તેમાં 400 ક્રૂ મેમ્બર છે અને તે વિશાળ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને વિવિધ સેન્સરથી સજ્જ છે.

ભારતીય બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો પર નજર રાખીને ચીન ભારતીય મિસાઈલોના પ્રદર્શન અને તેની ચોક્કસ રેન્જ વિશે માહિતી મેળવી શકશે. શ્રીલંકાની સરકારે  જણાવ્યું હતું કે તેઓ જહાજને ડોક કરવાની મંજૂરી આપશે કારણ કે તે બિન-પરમાણુ જહાજ છે પરંતુ તે ભારતની ચિંતાઓથી વાકેફ છે. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના મીડિયા પ્રવક્તા કર્નલ નલિન હેરાથે કહ્યું, “ચીને અમને જાણ કરી કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમનું જહાજ મોકલી રહ્યા છે.”