Not Set/ ચિન્મયાનંદ કેસ: એસઆઈટી આજે હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે

સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત યુવતી અને તેના મિત્રો વિરુદ્ધ ખંડણી સાથે સંબંધિત કેસ નોધવામાં આવ્યો છે. તબીયત નબળી હોવાને કારણે ચિન્મયાનંદને કેજીએમયુ ખસેડવામાં આવ્યા છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદના કેસમાં, વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી સોમવારે તેનો સ્ટેટસ રિપોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટના […]

Top Stories India
chinmayanand ચિન્મયાનંદ કેસ: એસઆઈટી આજે હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે

સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત યુવતી અને તેના મિત્રો વિરુદ્ધ ખંડણી સાથે સંબંધિત કેસ નોધવામાં આવ્યો છે. તબીયત નબળી હોવાને કારણે ચિન્મયાનંદને કેજીએમયુ ખસેડવામાં આવ્યા છે.

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદના કેસમાં, વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી સોમવારે તેનો સ્ટેટસ રિપોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશન પર, છેલ્લા લગભગ 20 દિવસથી એસઆઈટી સ્વામી ચિન્મયાનંદને લગતા કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ, જેલમાં બંધ ચિન્મયાનંદની તબિયત ખરાબ હોવાને કારણે કેજીએમયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ તપાસ દરમિયાન એસઆઈટીએ બે એફઆઈઆર નોંધી છે. સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજો કેસ પીડિત યુવતી અને તેના મિત્રો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે, જે ખંડણી સાથે સંબંધિત છે. એસઆઈટીએ આ કેસમાં સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી છે. આ દરમિયાન પીડિત યુવતીના ત્રણ મિત્રો સચિન, વિક્રમ અને સંજયની પણ ધરપકડ કરવામાં આવી છે.

પીડિતા યુવતીનું નામ પણ ખંડણી કેસમાં આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. જોકે, એસઆઈટી દ્વારા આ ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી. તે દરમિયાન, એફઆઈઆરમાં નામ પછી, પીડિત યુવતીના પરિવારજનો પણ કાયદેસરની મદદ માટે સતત દોડતા રહે છે અને સંભવ છે કે આગોતરા જામીન માટેની અરજી આજે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવે.

દરમિયાન, એસઆઈટી તેની તપાસ અંગે સોમવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. તેના પર કોર્ટનો વલણ જોતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટ અત્યાર સુધીની તપાસથી સંતુષ્ટ છે કે કેમ તેનો નિર્ણય કરશે. આગળ માટેની સૂચના પણ આપશે. એસઆઈટીએ તેની તપાસમાં તમામ પ્રકારના પુરાવા અને તપાસની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે.

સ્ટેટસ રિપોર્ટ નોંધાવતા પહેલા એસઆઈટીએ તમામ આરોપીઓ અને પીડિતાના મોબાઇલ ફોનની ફોરેન્સિક વિગતો, કોલ ડિટેઇલ રેકોર્ડ્સ અને બધાના વોઇસ સેમ્પલ રેકોર્ડની પણ ફોરેન્સિક વિગતો એકઠી કરી છે. સીડીઆરએ ખુલાસો કર્યો છે કે પીડિત યુવતી સ્વામી ચિન્મયાનંદ અને સંજય સિંહની ઘણી લાંબી વાતો થઈ છે. કોલ ડિટેઇલ એ પણ બતાવે છે કે પીડિતા આરોપી સંજય સાથે સેંકડો વખત વાત કરી ચૂકી છે.

વળી, એસઆઈટી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સ્વામી ચિન્મયાનંદ પરના આરોપોની પુષ્ટિ કરે છે. આ કેસમાં ધરપકડ કરાયેલા સંજયસિંહ, સચિન અને વિક્રમનો વીડિયો ફૂટેજ પણ એસઆઈટી કોર્ટને સોપાશે. એસઆઈટી દ્વારા સ્વામી ચિન્મયાનંદનો વાયરલ વીડિયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એકંદરે, એસઆઈટીએ તમામ બાજુથી તેની તપાસ લગભગ પૂર્ણ કરી દીધી છે. અને હવે તે કોર્ટના સ્ટેન્ડની રાહ જોઈ રહી છે. કોર્ટના આદેશ અનુસાર  આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, ચિન્મયાનંદની તબિયત ખરાબ હોવાને કારણે લખનઉના કેજીએમયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આરોપીને કાર્ડિયોલોજી વિભાગમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.