Mantavya Vishesh: “આ સરકારનો હિસ્સો હોવાનો મને શરમ આવે છે…”કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના આ એક નિવેદને બિહારની રાજનીતિમાં જોરદાર ચર્ચા (Chirag Paswan Statement) જગાવી…સરકારમાં રહીને સરકાર સામે જ સવાલ…ચિરાગ પાસવાને કહ્યું..બિહારમાં બહેનો-દીકરીઓની સુરક્ષાની સ્થિતિ શરમજનક છે…અને હવે રોહિણી આચાર્યનો સીધો સવાલ…“જો શરમ આવે છે… તો રાજીનામું આપવા માટે કયા શુભ ક્ષણની રાહ જોઈ રહ્યા છો?”બિહારની રાજનીતિમાં હવે મુદ્દો માત્ર એક ઘટનાનો નથી…મુદ્દો બની ગયો છે સરકારની (Bihar Law And Order) જવાબદારીનો!
Chirag Paswan Statement: મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને રાજકીય ગરમાવો
બિહારના જમુઈ અને સમસ્તીપુરમાં યુવતીઓ સાથે કથિત છેડતી (Samastipur Incident) અને દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો (Bihar Women Safety) વધી ગયો છે. સમસ્તીપુરની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.આ ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને એલજેપી-રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાને ખુદ બિહાર સરકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. ચિરાગ પાસવાને (Chirag Paswan Statement) કહ્યું કે આવી ઘટનાઓ શરમજનક છે અને સરકાર તથા વહીવટીતંત્રે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. તાજેતરના નિવેદનમાં તેમણે તો સરકારને (Bihar Law And Order) સમર્થન આપતા હોવા છતાં શરમ અનુભવાતી હોવાની વાત પણ કરી હતી.અને બસ… ચિરાગના આ નિવેદનને જ રોહિણી આચાર્યે રાજકીય નિશાન બનાવ્યું.
રોહિણી આચાર્યનો સવાલ સીધો હતો..જો સરકારનો ભાગ હોવા છતાં તમને શરમ આવે છે, તો પછી સરકારનો ભાગ બનીને રહેવાનું કારણ શું? તેમણે ચિરાગ પાસવાનને પૂછ્યું કે રાજીનામું આપવા માટે તેઓ કયા શુભ ક્ષણની રાહ જોઈ રહ્યા છે.

અહીંથી બિહારની રાજનીતિમાં એક મોટો સવાલ ઊભો થાય છે..સત્તામાં રહીને અસહમતિ વ્યક્ત કરવી… કે અસહમતિ હોય તો સત્તાથી બહાર નીકળી જવું? વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ આ મુદ્દે સરકારને ઘેરી છે. તેમણે બિહારમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને સરકારની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ, સત્તાપક્ષ તરફથી મંત્રીઓએ પણ ઘટનાઓને ગંભીર ગણાવીને પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો છે. જેડીયુના નેતા શ્યામ રજકે પણ આ મુદ્દાને ચિંતાનો વિષય ગણાવ્યો છે.
અર્થાત્…એક તરફ ચિરાગ પાસવાન સરકારને (Chirag Paswan Statement) જ કાયદો-વ્યવસ્થા મુદ્દે ઘેરી રહ્યા છે..બીજી તરફ રોહિણી આચાર્યનો(Rohini Acharya Statement) સવાલ છે..“જો સરકારમાં રહીને સરકારની કામગીરીથી શરમ આવે છે, તો જવાબદારીથી દૂર રહેવાનો રસ્તો શું છે?”હવે નજર એ વાત પર છે કે બિહાર સરકાર આ ઘટનાઓમાં આગળ શું કાર્યવાહી કરે છે…અને ચિરાગ પાસવાનની નારાજગી માત્ર નિવેદન સુધી રહે છે કે પછી સત્તામાં તેમની રાજકીય ભૂમિકા અંગે પણ કોઈ મોટો નિર્ણય આવે છે….કારણ કે સવાલ માત્ર રાજકારણનો નથી…સવાલ છે..બિહારમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની જવાબદારી આખરે કોની?

એક સવાલ એ પણ છે..મહિલાઓ સામેના ગંભીર (Bihar Women Safety) ગુનાઓમાં માત્ર નિવેદનો નહીં, કડક કાર્યવાહી ક્યારે થશે? દેશના કેટલાક રાજ્યોમાં ગુનેગારો સામે એન્કાઉન્ટર જેવી કાર્યવાહી દ્વારા કડક સંદેશ આપવાની નીતિ જોવા મળે છે. પરંતુ સવાલ એ છે કે કડક કાર્યવાહી સાથે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેવી રીતે થશે?
આ પણ વાંચો: નાગરિકતા નક્કી કોણ કરશે? SIR મુદ્દે ચૂંટણી પંચ સામે સવાલો
આ પણ વાંચો: ગાંધીનગરમાં ચૂંટણી પહેલાં જ ‘ખેલ’! કોંગ્રેસ-ભાજપ સામસામે
આ પણ વાંચો: UPIને ‘બાયકોટ’! 2 ઑક્ટોબરે વેપારીઓ કેમ QR કોડ પર કાળું કપડું ઢાંકશે?
