Not Set/ શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીને સજાવવાની શરૂઆત કોણે કરી? જાણો વિશ્વ વિખ્યાત વૃક્ષની અજાણી વાતો

અમદાવાદ, આજે નાતાલનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે તમને દરેક ખ્રિસ્તી પરીવારના ઘરે  ક્રિસમસ ટ્રી જોવા મળશે.નાતાલની ઉજવણીમાં ધાર્મિક મહત્વ ધરાવતાં ક્રિસમસ ટ્રી સમાજને સકારાત્મક સંદેશો પણ આપે છે.અહીં અમે આપને ક્રિસમસ ટ્રીની કેટલીક અજાણી વાતો અને તેનું મહત્વ બતાવ્યું છે. ક્રિસમસ ટ્રીની પરંપરા શરૂ કરવાનું શ્રેય જર્મનીને ફાળે જાય છે. લોકો ક્રિસમસ ટ્રીને 16મી […]

Top Stories
bbp શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીને સજાવવાની શરૂઆત કોણે કરી? જાણો વિશ્વ વિખ્યાત વૃક્ષની અજાણી વાતો
અમદાવાદ,
આજે નાતાલનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે તમને દરેક ખ્રિસ્તી પરીવારના ઘરે  ક્રિસમસ ટ્રી જોવા મળશે.નાતાલની ઉજવણીમાં ધાર્મિક મહત્વ ધરાવતાં ક્રિસમસ ટ્રી સમાજને સકારાત્મક સંદેશો પણ આપે છે.અહીં અમે આપને ક્રિસમસ ટ્રીની કેટલીક અજાણી વાતો અને તેનું મહત્વ બતાવ્યું છે.
ક્રિસમસ ટ્રીની પરંપરા શરૂ કરવાનું શ્રેય જર્મનીને ફાળે જાય છે. લોકો ક્રિસમસ ટ્રીને 16મી સદીના ખ્રિસ્તી ધર્મના મહાન સુધારક માર્ટિન લ્યૂથર કિંગ સાથે જોડે છે જોકે તે પ્રમાણિત નથી. માર્ટિન લ્યૂથર કિંગ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બરફથી આચ્છાદિત જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતા. તેમણે બરફથી ચમકી રહેલું વૃક્ષ જોયું. ઝાડની ડાળખીઓ બરફથી ભરેલી હતી અને ચંદ્રના પ્રકાશમાં ચમકી રહી હતી. ઘેર આવીને તેમણે સનોબરનું ઝાડ લગાડયું અને તેણે મીણબત્તીઓ પ્રગટાવી. તેમણે સનોબર ઝાડને જિસસ ક્રાઇસ્ટનાં જન્મદિવસના અવસરે રોશનીથી શણગાર્યું હતું.ત્યારથી ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા શરૂ થઈ.
Image result for Christmas tree
એક કથા પ્રમાણે ઇ.સ 722માં માન્યતા છે કે જર્મનીના સંત બોનિફેસની તેમની દિવ્ય શક્તિથી ખબર પડી ગઈ હતી કે કેટલાક દુષ્ટ લોકો એક વિશાળ ઓક ટ્રીની નીચે એક બાળકની કુરબાની આપી રહ્યાં છે. સંત બોનિફેસે બાળકને બચાવવા માટે ઓક ટ્રી ને કાપી નાખ્યું હતું. આ ઓક ટ્રી ની નજીક સનોબરનું ઝાડ ઊગ્યું. જે પછી સંત બોનિફેસે લોકોને જણાવ્યું કે સનોબર એક પવિત્ર વૃક્ષ છે. સનોબરની ડાળખીઓ સ્વર્ગનો સંકેત આપે છે અને ત્યારથી લોકોનાં મનમાં સનોબર ઝાડ પ્રત્યે માન-સન્માન વધ્યું.
Image result for Christmas tree star
ક્રિસમસ ટ્રીને સૌથી ઉપર સિતારા લગાવાય છે. સ્ટારનો મતલબ છે કે લોકો તેના સહારે જીસસ સુધી પહોંચી શકે છે. પણ હવે તેની જગ્યા ફૂલ , માલા કે જીસસની મૂર્તિ પણ લગાવાય છે. બેલ્સ વગર ક્રિસમસ ટ્રીની સજાવટ અધૂરી છે. ચમકદાર સિલ્વર, લાલ , લીલી અને પીળી ઘણા રંગની ઘંટડીથી તેમની સજાવટ કરાય છે .
Related image
ક્રિસમસ ટ્રી પર બેલ્સ એટલે કે ઘંટડીઓ  લગાડવાનું પણ મહત્વ છે. લોકોનું માનવું છે કે આ ઘંટડીઓ ભરવાડની  છે જેને વગાડીને તે તેમની ગાય બકરીઓને  બોલાવતા હતા. ક્રિસમસના દિવસે લોકો ઘરના બારણા પર પણ ઘંટડી બાંધે છે.
Image result for Christmas tree bel
અમેરિકામાં તો 15 હજાર કરતાં પણ વધારે ક્રિસમસ ટ્રીના ફાર્મ છે જ્યાં 3.5 કરોડ કરતાં પણ વધારે ક્રિસમસ ટ્રીના ઝાડવાઓ છે. સૌથી લોકપ્રિય ક્રિસમસ ટ્રી સ્કોચ પાઇન, નોબેલ ફીર, ફ્રાસર ફીર, બાલ્સમ ફીર, ર્વિજનિયા પાઇન અને વ્હાઇટ પાઇન છે.
Image result for Christmas tree