Not Set/ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલાયુ, હવે શિક્ષા મંત્રાલયનાં નામથી જાણીતુ થશે

  દેશમાં રોગચાળાની વચ્ચે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓનાં હિતોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ઘણી યોજનાઓ આત્મનિર્ભર ભારત તરફનાં પગલા જેવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલયનું નામ બદલવામાં આવ્યું છે. એમએચઆરડીનું નામ હવે ‘શિક્ષણ મંત્રાલય’ રાખવામાં આવ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુજીસી અને એઆઈસીટીઇને […]

India
e94da89c2a3b8f9057411e19d9e06429 માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલાયુ, હવે શિક્ષા મંત્રાલયનાં નામથી જાણીતુ થશે
e94da89c2a3b8f9057411e19d9e06429 માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલાયુ, હવે શિક્ષા મંત્રાલયનાં નામથી જાણીતુ થશે 

દેશમાં રોગચાળાની વચ્ચે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા વિદ્યાર્થીઓનાં હિતોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ઘણી યોજનાઓ આત્મનિર્ભર ભારત તરફનાં પગલા જેવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલયનું નામ બદલવામાં આવ્યું છે. એમએચઆરડીનું નામ હવે શિક્ષણ મંત્રાલય રાખવામાં આવ્યું છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુજીસી અને એઆઈસીટીઇને એક સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાઓને લગતી નવી શિક્ષણ નીતિમાં મોટો ફેરફાર કરી શકાય છે. આ ઉપરાંત, રાજ્યોમાં સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીબનાવવાની દરખાસ્ત છે જે શાળાનાં ફી જેવા વિવાદિત વિષયોથી લઈને તમામ મુદ્દાઓ પર નજર રાખશે. વિદ્યાર્થીઓને તેમના અનુસાર અભ્યાસક્રમો પસંદ કરવાની સ્વતંત્રતા હોઈ શકે છે. સ્કિલ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

જણાવી દઇએ કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. નવી નીતિમાં ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકારી સંસ્થા બનાવવાની દરખાસ્ત છે. આ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ઘણી વિવિધ નિયમનકારી સિસ્ટમોથી રાહત મળશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ભારતનાં રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયામક પ્રધિકરણ (એનએચઇઆરએ) અથવા ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવા કહ્યું છે.

નવી નીતિ ત્રિભાષીય સૂત્રની ચાલુ રાખવા પર ભાર છે. પાંચ વર્ષની વય સુધી, શિક્ષણ સંબંધિત વિષયોની જવાબદારી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની રહેશે અને તે પછી શાળા શિક્ષણ વિભાગ એચઆરડી મંત્રાલયની દેખરેખ હેઠળ રહેશે. ક્લાસિકલ લેગ્વેજ પર સરકાર ભાર આપી શકે છે. શાળાઓમાં સંસ્કૃત ઉપરાંત ઓડિયા, તેલુગુ, તમિલ, પાલી અને મલયાલમ ભાષાઓને શામેલ કરવામાં આવી શકાય છે. આ જોગવાઈ વર્ગ 6 થી 8 સુધી કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.