Not Set/ કોરોનાનાં ઝપટમાં આવ્યું રાબડી દેવીનું સરકારી આવાસ, 13 કર્મચારીઓ ચેપગ્રસ્ત

બિહારમાં પણ, કોરોના વાયરસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તમામ પ્રયાસો છતાં કોરોના દર્દીઓ અહીં વધી રહ્યાં છે, જ્યારે એવા અહેવાલો છે કે ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીનાં સરકારી આવાસ પર 13 કર્મચારીઓ ચેપગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ રાબડી દેવીનાં પૂરા પરિવારને પણ કોરોનાનો ખતરો છે, જોકે તેમના પરિવાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી […]

India
ad9dad16cecb9d822df03144994e9ee5 3 કોરોનાનાં ઝપટમાં આવ્યું રાબડી દેવીનું સરકારી આવાસ, 13 કર્મચારીઓ ચેપગ્રસ્ત

બિહારમાં પણ, કોરોના વાયરસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તમામ પ્રયાસો છતાં કોરોના દર્દીઓ અહીં વધી રહ્યાં છે, જ્યારે એવા અહેવાલો છે કે ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીનાં સરકારી આવાસ પર 13 કર્મચારીઓ ચેપગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ રાબડી દેવીનાં પૂરા પરિવારને પણ કોરોનાનો ખતરો છે, જોકે તેમના પરિવાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી અને સુરક્ષા કર્મચારીઓને ચેપ લાગ્યા બાદ રાબડી દેવી અથવા તેમના કુટુંબનાં કોઈપણ સભ્યોને કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે કે નહીં તે પણ હજુ સામે આવ્યું નથી.

આપને જણાવી દઇએ કે, ઘાસચારાનાં કેસમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળનાં સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ રિમ્સ રાંચીમાં સારવાર લઈ રહ્યા છે, તાજેતરમાં લાલુની સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી હતી અને તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વળી બે દિવસ પહેલા જ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં વેવાઇ ચંદ્રિકા રાય અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

તેમને પટણા એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. જણાવી દઈએ કે, ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યાનાં લગ્ન લાલુ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે થયા હતા. જોકે, બંને પરિવારો વચ્ચેનાં સંબંધો સારા નથી અને લાલુનાં પુત્ર અને પુત્રવધૂ વચ્ચે છૂટાછેડા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.