Not Set/ જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં ભાજપના નેતા સજ્જાદને આતંકીઓએ મારી ગોળી, હોસ્પિટલમાં નેતાનું મોત

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.એક સમાચાર એજન્સી અનુસાર, આતંકીઓએ ભાજપના સરપંચ સજ્જાદ અહમદ પર કાઝીકુંડ સ્થિત તેમના નિવાસસ્થાન પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવારે સવારે બની […]

Uncategorized
8fa6268d188f285539eec581582e80b2 1 જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં ભાજપના નેતા સજ્જાદને આતંકીઓએ મારી ગોળી, હોસ્પિટલમાં નેતાનું મોત

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.એક સમાચાર એજન્સી અનુસાર, આતંકીઓએ ભાજપના સરપંચ સજ્જાદ અહમદ પર કાઝીકુંડ સ્થિત તેમના નિવાસસ્થાન પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવારે સવારે બની હતી. આતંકીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સરપંચ પરનો આ બીજો હુમલો છે. આ પહેલા આતંકીઓએ કુલગામ જિલ્લામાં અઘારના ભાજપના સરપંચ પર હુમલો કર્યો હતો, જેમાં સરપંચ આરિફ અહેમદને ગંભીર ઇજા થઈ હતી.

ગયા મહિને ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ વસીમ બરી, તેના પિતા અને ભાઈને તેમની દુકાનની અંદર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. વસીમ બરીને દસ સભ્યોને પોલીસ સુરક્ષા મળી હતી, ત્યારબાદ બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ હુમલો સમયે હાજર ન હતા.

આ પહેલા અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ 8 જૂનના રોજ કાશ્મીરી પંડિત સરપંચની હત્યા કરી હતી, આંતકવાદીઓએ તેમના ગામમાં અનંતનાગ જિલ્લાના લારિકીપુરા વિસ્તારના સરપંચ અને કોંગ્રેસના નેતા અજય પંડિતની હત્યા કરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.