Not Set/ IT રિટર્ન ભરતી વખતે  જો કરી આ ભૂલ, તો થશે ફોર્મ રિજેક્ટ અને દંડ પણ ભરવો પડશે

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત રહે તે માટે નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખને લંબાવીને હવે 30 સપ્ટેમ્બર સુધી કરી દીધી છે. તેથી હજી સુધી જો તમે રિટર્ન ફાઇલ ન કર્યું હોય, તો બની શકે તેટલું ઝડપથી ભરી દો.  1. ભૂલો- હવે મહત્વની વાત તો એ છે કે […]

India
d99285b0b48b44cd1fc8f990016953de IT રિટર્ન ભરતી વખતે  જો કરી આ ભૂલ, તો થશે ફોર્મ રિજેક્ટ અને દંડ પણ ભરવો પડશે
d99285b0b48b44cd1fc8f990016953de IT રિટર્ન ભરતી વખતે  જો કરી આ ભૂલ, તો થશે ફોર્મ રિજેક્ટ અને દંડ પણ ભરવો પડશેકોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત રહે તે માટે નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખને લંબાવીને હવે 30 સપ્ટેમ્બર સુધી કરી દીધી છે. તેથી હજી સુધી જો તમે રિટર્ન ફાઇલ ન કર્યું હોય, તો બની શકે તેટલું ઝડપથી ભરી દો. 

1. ભૂલો- હવે મહત્વની વાત તો એ છે કે ઘણી વખત ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે અજાણતાં કેટલીક ભૂલો થઈ જવાના કારણે આ ભૂલોની કિંમત મોંઘી પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ITR ભરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. ત્યારે આવો જાણીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કઈ કઈ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખવી જરૂરી છે.

2. સમય- નાણાકીય વર્ષ 2018-19નું ITR એ 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે

3. ઇન્કમ ટેક્સ રિફંડ ભરવામાં વિલંબ- ટેક્સ પેયર્સ ઘણીવાર ITR સમયસર ફાઇલ કરવાનું ભૂલી જતા હોય છે. ITR ફાઇલ કરવા માટે વધુ સમય લાગે છે. તેથી, છેલ્લી ઘડીએ તેને ભરવાનો પ્રયાસ કરશો નહીં. સમયસર રિટર્ન ફાઇલ કરો. જેથી, પાછળથી દંડ ભરવો ન પડે.

4. ITR ફોર્મની સાચી પસંદગી- આવકવેરા વિભાગે અનેક ITR ફોર્મ બહાર પાડ્યા છે. તમારે તમારી આવકના આધારે તમારું ITR ફોર્મ કાળજીપૂર્વક પસંદ કરવાનું રહેશે. નહીં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેને રિજેક્ટ કરી શકે છે અને તમને ઇન્કમ ટેક્સ સેક્શન 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઇલ કરવાનું કહેવામાં આવશે.

5. પર્સનલ ઇન્ફોર્મેશનની સાચી જાણકારી- તમારી બધી સાચી માહિતી ITR ફોર્મમાં ભરો. ધ્યાનમાં રાખો કે તમારા નામની જોડણી, આખું સરનામું, ઇ-મેલ, કોન્ટેક્ટ નંબર જેવી માહિતી તમારા પાનકાર્ડ, ITR અને આધારમાં એકસરખી જ હોવી જોઈએ. એ જ મોબાઇલ નંબર દાખલ કરો કે જેના પર SMS આવી શકે. જો તમે ખોટી માહિતી આપશો તો રિફંડ મેળવવામાં સમસ્યા આવશે.

6. ટેક્સ છૂટ લેવા માટે ખોટી જાણકારી ન ભરો- ટેક્સ ભરવો ન પડે એ માટે લોકો ફેક રિટર્ન ભરતા હોય છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણના નામે નકલી ફીની રસીદો, બનાવટી ભાડાની રસીદો, બીલ, લોનનાં કાગળો, બનાવટી રોકાણની રસીદો વગેરેનો ઉપયોગ પણ કરતા હોય છે. જો તમે તમારા ITRમાં કોઈ ફેક છૂટ બતાવી હશે તો તમે ગમે તે સમયે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી શકો છો અને તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે.
73c597696f302367af0151f0f6118379 IT રિટર્ન ભરતી વખતે  જો કરી આ ભૂલ, તો થશે ફોર્મ રિજેક્ટ અને દંડ પણ ભરવો પડશે

7. સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજની સાચી જાણકારી- ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સેવિંગ અકાઉન્ટ પર જેટલું વ્યાજ મળતું હોય તે જ જણાવો. જો તમે આ આવક નહીં દર્શાવો તો તે ટેક્સ ચોરી સ્વરૂપે જોવામાં આવશે અને તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જો તમે તમારું વ્યાજ ITRમાં બતાવશો તો ઇન્કમ ટેક્સ સેક્શન 80TTA દ્વારા તમે આ વ્યાજ પર 10,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકશો. તેથી, આ આવક છૂપાવવાનું ટાળવું જોઇએ.

8. 26AS ફોર્મ ડાઉનલોડ કરી તમારી આવક તેની સાથે મેચ કરો- ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચૂકવણી વિશેની બધી માહિતી આપે છે. ટેક્સ રિફંડનો દાવો કરતા પહેલા તેને એકવાર ચેક કરો. આ તમને ટેક્સ કેલ્ક્યુલેશનમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચાવશે. જેથી, તમે યોગ્ય ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.

9. ટેક્સ રિટર્ન વેરિફીકેશન કરો- જો તમે એવું વિચારતા હોવ કે, ટેક્સ રિટર્ન ભર્યા પછી તેમનું કાર્ય પૂરું થઈ ગયું છે. તો પણ તમારે આ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી એકવાર ચેક કરવું પડશે. તમે તમારા આવકવેરાના ઇ-ફાઇલિંગ પોર્ટલથી તમારું ટેક્સ રિટર્નને ઇ-વેરિફાય કરી શકો છો અથવા CPC-બેંગલુરુ મોકલીને પણ તેને વેરિફાય કરાવી શકો છો.
236ad7e4523c373909b8762214920c28 IT રિટર્ન ભરતી વખતે  જો કરી આ ભૂલ, તો થશે ફોર્મ રિજેક્ટ અને દંડ પણ ભરવો પડશે

10. જૂની અને નવી બંને કંપનીના આવકની સાચી જાણકારી જરૂરી- ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે ધ્યાનમાં રાખો કે જો તમે નાણાકીય વર્ષમાં એક નોકરી છોડીને બીજી નોકરી શરૂ કરી હોય તો રિટર્ન ફાઇલ કરતી વખતે ITRમાં બંને કંપનીઓના આવકની વિગતો આપવી જરૂરી છે. આ સ્થિતિમાં તમારે તમારી જૂની અને વર્તમાન બંને કંપનીઓના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 લેવું આવશ્યક છે. ફોર્મ 16ના કારણે રિટર્ન ફાઇલ કરવામાં ઓછામાં ઓછો સમય લાગશે અને તેમાં ભૂલો પણ ઓછી થશે. 

11. ટેક્સ ફ્રી આવક અંગે જાણકારી- ITR ફોર્મમાં ઘણી કોલમ છે, જેમાં અન્ય આવક જેવી કે ડિવિડન્ડ, કૃષિ આવક, લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર મળતી છૂટ એક ખાસ એક અલગ કોલમમાં આપવી પડશે. તેથી રિટર્નમાં છૂટની આવક અને કરમુક્ત આવક વિશે માહિતી આપો.

12. મૂડી પર થયેલા નુકસાન વિશેની સાચી જાણકારી- રિટર્ન ફાઇલ કરવાનો અર્થ એ છે કે તમારે ફક્ત તમારી આવક જ નહીં પરંતુ તમારા નુકસાનની પણ વિગતો આપવી પડશે. કેટલીકવાર આપણી મૂડીમાં ખોટ પણ જાય છે, જે આપણે ITRમાં બતાવતા નથી. આવું કરવું ખોટું છે કારણ કે, એક વર્ષમાં નુકસાન થવાના કિસ્સામાં તમે તેને તમારા વળતરમાં ઉમેરીને મૂડી લાભ સાથે સમાયોજિત કરી શકો છો અથવા તમે આ નુકસાન આગામી વર્ષોમાં કેરી ફોરવર્ડ પણ કરી શકો છો, જે તમે આગામી 8 વર્ષમાં ગમે ત્યારે કેપિટલ ગેન સાથે સમાયોજિત કરી શકો છો.

આ પણ વાંચો-  હવેથી માસ્ક ન પહેરનારને રૂ.500નો દંડ, માત્ર 2 રૂ.માં મળશે અમૂલ પાર્લર પરથી માસ્ક
આ પણ વાંચો- 
 રાત્રે વાળને આ રીતે બાંધવાથી ખરતા અને બે મોંઢાવાળા વાળથી મુક્તિ મળશે
આ પણ વાંચો- કોરાનાનું નવું લક્ષણ, સુકી ઉધરસથી લઈ આ 5 બીમારીમાંથી રાહત અપાવશે આ ચીજ
આ પણ વાંચો- સુસાઈડના 1 અઠવાડિયા પહેલાથી સુશાંત ઈન્ટરનેટ પર સતત સર્ચ કરતો આ 3 ચીજ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.