Delhi/ બીરભૂમ હિંસા મામલે રાજકારણ ગરમાયું, TMC સાંસદ ગૃહમંત્રી અમિત શાહને મળશે

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસા સંદર્ભે ટીએમસીના સાંસદો આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં હિંસા થઈ હતી.

Top Stories India
amit shah sambhodhan

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસા સંદર્ભે ટીએમસીના સાંસદો આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં હિંસા થઈ હતી. જેમાં આઠ લોકોના મોત થયા હતા.

આ પહેલા પણ મંગળવારે પશ્ચિમ બંગાળના બીજેપી સાંસદો આ મામલે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારના નેતૃત્વમાં ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. બેઠક બાદ સાંસદોએ કહ્યું કે, અમિત શાહે અધિકારીઓને સમગ્ર મામલે 72 કલાકમાં રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવવાનો નિર્દેશ આપ્યો છે.

પશ્ચિમ બંગાળના ડીજીપી મનોજ માલવિયાએ મંગળવારે માહિતી આપી હતી કે આ હિંસામાં 10 નહીં પરંતુ આઠ લોકોના મોત થયા છે. જેમાં એક ઘરમાંથી 7 મૃતદેહ મળી આવ્યા હતા. 10 લોકોના મોતના અહેવાલ હતા, પરંતુ આંકડો ખોટો હતો અને તેમાં માત્ર 8 લોકોના મોત થયા હતા. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:સીએમ ઉદ્ધવ ઠાકરે બેઠક યોજી, વરિષ્ઠ નેતાઓ સહિત મંત્રીઓએ હાજરી આપી

આ પણ વાંચો:આ મહત્વપૂર્ણ કામ 25 માર્ચ પહેલા કરી લો, નહીં તો એપ્રિલમાં આ યોજનાનો લાભ નહીં મળે