Not Set/ Facebook નાં કર્મચારીઓ જુલાઈ 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ, જાણો કેટલી મળશે સેલેરી

  વિશ્વમાં ખૂબ જ ઝડપથી કોરોનાવાયરસ ફેલાઇ રહ્યો છે. આવા સંકટનાં સમયે મોટા ભાગનાં દેશ કામ-કાજને ચાલુ રાખતા વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરી રહ્યા છે. આ કડીમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેકની દિગ્ગજ કંપની ફેસબુકએ તેના કર્મચારીઓને મોટી રાહત આપતા ‘વર્ક ફ્રોમ હોમ‘ અથવા રિમોટ વર્કનો સમયગાળો વધારી દીધો છે. આ પહેલા, ગૂગલ સહિત […]

India
7da8b2ec2832fd9b0fec724bffca29c8 Facebook નાં કર્મચારીઓ જુલાઈ 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ, જાણો કેટલી મળશે સેલેરી
7da8b2ec2832fd9b0fec724bffca29c8 Facebook નાં કર્મચારીઓ જુલાઈ 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ, જાણો કેટલી મળશે સેલેરી 

વિશ્વમાં ખૂબ જ ઝડપથી કોરોનાવાયરસ ફેલાઇ રહ્યો છે. આવા સંકટનાં સમયે મોટા ભાગનાં દેશ કામ-કાજને ચાલુ રાખતા વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરી રહ્યા છે. આ કડીમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેકની દિગ્ગજ કંપની ફેસબુકએ તેના કર્મચારીઓને મોટી રાહત આપતા વર્ક ફ્રોમ હોમઅથવા રિમોટ વર્કનો સમયગાળો વધારી દીધો છે.

આ પહેલા, ગૂગલ સહિત ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનો સમયગાળો આગામી વર્ષ માટે વધારી દીધો છે. The Verge નાં અહેવાલ મુજબ, કંપની તરફથી ગુરુવારે ઘોષણા કરવામાં આવી હતી કે હવે કંપનીનાં કર્મચારીઓ આવતા વર્ષનાં ઉનાળા સુધીમાં એટલે કે જુલાઈ, 2021 સુધી ઘરે રહીને કામ કરી શકશે. વળી આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને તેમની જરૂરિયાતો માટે $ 1000 આપવામાં આવી રહ્યા છે. કંપનીની પ્રવક્તા નનેકા નોર્વિલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, “આરોગ્ય નિષ્ણાંતો અને સરકારી નિષ્ણાંતોની સલાહ પછી અને કંપનીમાં પણ ચર્ચા પછી, અમે નિર્ણય લીધો છે કે જુલાઈ 2021 સુધી કર્મચારીઓ ઘરેથી જ કામ કરી શકશે.” આ સિવાય અમે તેમના હોમ ઓફિસની જરૂરિયાતો માટે $ 1000 ની રકમ પણ આપી રહ્યા છીએ.

રિપોર્ટ અનુસાર માર્ચથી કુલ 48,000 જેટલા ફેસબુક કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. કંપનીએ અગાઉ વર્ક ફ્રોમ હોમને આ વર્ષનાં અંત સુધી લંબાવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુરુવારે એક નવા નિર્ણયમાં કંપનીએ તેને આગામી વર્ષનાં ઉનાળા સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા ફેસબુક પોતાની નોકરીઓને સ્થાઇરીતે વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ મુજબ કરવાનો ઇશારો આપી ચુકેલ છે. ન્યુ યોર્ક ટાઇમ્સનાં અહેવાલ મુજબ, કંપનીનાં સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે મે મહિનામાં કહ્યું હતું કે કંપની તેના હજારો કર્મચારીઓને સ્થાઇ રૂતે ઘરેથી કામ કરવાની તક આપી શકે છે. જો કે, આ શરત મૂકી શકાય છે કે જો તે સિલિકોન વેલીમાં કંપનીની ઓફિસમાં કામ કરવાને બદલે ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે, તો તે મુજબ તેમનો પગાર પણ ઓછો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.