Not Set/ કોરોનાજંગ/ 196 ડોકટરોએ ગુમાવ્યાં જીવ: તમિળનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત

  કોરોનાને કારણે અત્યાર સુધીમાં 42,626 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના સામાન્ય દર્દીઓની સાથે, તેમની સારવાર કરનારા ડોકટરો પણ કોરોનની ચપેટમાં આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે 196 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. મહત્તમ 43 ડોક્ટર તમિળનાડુના છે. આ પછી, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંનેમાં 23- 23 જયારે બિહારના 19, પશ્ચિમ […]

India
418d6ccb69d62c300ca83faa124857a0 1 કોરોનાજંગ/ 196 ડોકટરોએ ગુમાવ્યાં જીવ: તમિળનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત
 

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 42,626 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના સામાન્ય દર્દીઓની સાથે, તેમની સારવાર કરનારા ડોકટરો પણ કોરોનની ચપેટમાં આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે 196 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. મહત્તમ 43 ડોક્ટર તમિળનાડુના છે.

આ પછી, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંનેમાં 23- 23 જયારે બિહારના 19, પશ્ચિમ બંગાળના 16 અને ઉત્તર પ્રદેશના 11 ડોકટરો કોરોના કારણે માર્યા ગયા છે. આરોગ્ય સુવિધામાં અન્ય રાજ્યો કરતા વધુ સારી ગણાતી દિલ્હીમાં કોરોનાને કારણે 12 ડોકટરોનાં મોત નીપજ્યાં છે.

Coronavirus: What are the symptoms and how to protect yourself

ભારતીય મેડિકલ એસોસિએશનના ઓનરી સેક્રેટરી જનરલ આરવી અશોકને જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા ઘણા ડોકટરોને કોરોના દર્દીઓની સંભાળ દરમિયાન ચેપ લાગ્યો હતો. જ્યારે ઘણાને હોસ્પિટલના સંવેદનશીલ વાતાવરણમાં રહેતા ચેપગ્રસ્ત બન્યા હતા.

Foreign doctors want to help fight the coronavirus. But the US ...

તેમણે કહ્યું કે, કોરોના દર્દીઓની સંભાળ માટે રાષ્ટ્રીય સ્તરે એક નીતિની ગેરહાજરી પણ કેટલાક અંશે આ માટે જવાબદાર હોઈ શકે છે, કારણ કે દર્દીઓની સંભાળ દરમિયાન વિવિધ ધોરણો અપનાવવામાં આવ્યા હતા.

Doctors push for treatment of coronavirus with blood from ...

એઈમ્સ જેવી હોસ્પિટલમાં પણ આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

સ્વાસ્થ્ય સુવિધાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવતી દિલ્હી એઈમ્સ હોસ્પિટલના ઘણા આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હોસ્પિટલના 600 થી વધુ આરોગ્ય કાર્યકરો અને તેમના પરિવારના 700 જેટલા સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. એઈમ્સ કેન્ટીનમાં કામ કરતા મજૂરનું પણ કોરોનાને કારણે મોત નીપજ્યું છે.

Thanking a doctor - The Chinese workers fighting coronavirus | The ...

માસ્ક અને પીપીઈ કિટ્સની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉભા થયા હતા

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ઉપરાંત, મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડોકટરોએ તેમને આપવામાં આવતા માસ્ક અને પી.પી.ઇ કીટની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. ડોકટરોએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા રાખ્યા પછી પણ તેઓ કોરોના નો ચેપ લાગી રહ્યો છે. આ પાછળનું એક મોટું કારણ પીપીઈ કીટ અને માસ્કની નબળી ગુણવત્તા હોઈ શકે છે. આ સવાલ પછી, પી.પી.ઇ કીટ્સ, કેટલીક વિશેષ કંપનીઓના માસ્ક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.