Not Set/ કુલભૂષણ જાદવ મામલામાં આજે સાંજે ICJ સંભળવાશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

નીધરલેન્ડનાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ ભારતીય નાગરિક અને પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપમાં જેલમાં બંધ કુલભૂષણ જાદવનાં મામલામાં પોતાનો નિર્ણય આજે સંભળવાશે. ભારતીય નૌકાદળનાં સેવાનિવૃત્ત અધિકારી જાદવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી હતી. જો કે આ સજાનાં એલાન પર ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત […]

Top Stories India
kbyc કુલભૂષણ જાદવ મામલામાં આજે સાંજે ICJ સંભળવાશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

નીધરલેન્ડનાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ ભારતીય નાગરિક અને પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપમાં જેલમાં બંધ કુલભૂષણ જાદવનાં મામલામાં પોતાનો નિર્ણય આજે સંભળવાશે. ભારતીય નૌકાદળનાં સેવાનિવૃત્ત અધિકારી જાદવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી હતી. જો કે આ સજાનાં એલાન પર ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની કાનૂની ટીમનું નેતૃત્વ દેશના એટર્ની જનરલ મંસૂર ખાન કરી રહ્યા છે. ટીમની સાથે પાકિસ્તાનનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલ પણ હેગ પહોચ્યા છે. પાકિસ્તાની મીડિયાનું કહેવુ છે કે, દેશનાં કાનૂની નિષ્ણાતો અનુસાર, આઈસીજે કુલભૂષણ જાધવને મુક્ત કરવાની ભારતીય વિનંતીને નકારી કાઢશે.

netherlands ukraine un unrest 244a9852 3623 11e7 9993 2f2d999294f7 કુલભૂષણ જાદવ મામલામાં આજે સાંજે ICJ સંભળવાશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

 

આઈસીજેએ આ મહિનાની શરૂઆતમાં આપેલા નિવેદનમાં કહ્યુ કે દ હેગનાં ‘પીસ પેલેસ’ માં 17 જુલાઈનાં રોજ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે સાર્વજનિક સુનવણી થશે, જેમા મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યુસુફ ચુકાદો સંભળાવશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલએ ગયા સપ્તાહે કહ્યું હતું કે તેમનો દેશ જાધવ કેસમાં આઇસીજેનાં નિર્ણયની “આગાહી” કરી શકે તેમ નથી.

આ બહુ ચર્ચિત મામલામાં નિર્ણય આવવાના લગભગ પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યુસુફની અધ્યક્ષતાવાળી આઈસીજેની 15 સભ્યની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિક દલીલો સાંભળ્યા બાદ 21 ફેબ્રુઆરીએ તેનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ મામલાની કાર્યવાહી પૂરી થવામાં બે વર્ષ અને બે મહિનાનો લાંબો સમય લાગ્યો.

આપને જણાવી દઇએ કે, ભારતીય નૌકાદળનાં નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાની જેલમાં બંધ છે. પાકિસ્તાન દાવો કરે છે કે કુલભૂષણ જાદવની જાસૂસી અને આતંકવાદનાં આરોપસર બલૂચિસ્તાનથી 3 માર્ચ, 2016 નાં રોજ પાકિસ્તાની સુરક્ષા દળ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જાધવને મોતની સજા ફટકારવામાં આવી હતી. જો કે ભારત પાકિસ્તાનનાં આ દાવાને નકારી રહ્યુ છે.

શું આવી શકે છે નિર્ણય?

‘દ ડિપ્લોમેટ’ની રિપોર્ટ મુજબ આવી સ્થિતિમાં કોર્ટ માટે મામલામાં એવો નિર્ણય સંભળાવવો પડકાર બરાબર રહેશે કે જેનાથી ભારત નારાજ ન થાય અને ના પાકિસ્તાનને પોતાના દેશમાં શરમમાં મુકાવવુ પડે. આંતરાષ્ટ્રીય કોર્ટમાં ભારત અને પાકિસ્તાનની કાનૂની લડાઈઓને દેખતા કોર્ટ કોઇ એવો નિર્ણય આપતા પણ બચશે જે પૂરી રીતે કોઇ એક દેશનાં હિતમાં જતો હોય. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન આઈસીજેની પાસે ત્રણ મામલાની સુનવણી માટે પહોચ્યા છે.

kulbhshan passport 660 051817105147 કુલભૂષણ જાદવ મામલામાં આજે સાંજે ICJ સંભળવાશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

ઉદાહરણ તરીકે, 1971 નાં યુદ્ધમાં, ભારતે યુદ્ધબંદિઓ સંબંધિત બાબતોમાં કોર્ટનાં અધિકારક્ષેત્ર પર વિરોધ કર્યો હતો અને બાદમાં મામલાનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થયો હતો. આ મુદ્દાને ઉઠાવનાર પાકિસ્તાને કોર્ટને જાણ કરી કે બંને દેશોએ સાથે મળી સમાધાન કરી લીધુ છે અને તેથી કોર્ટની સુનવણી બંધ કરવામાં આવે. 1999 કેસમાં (જ્યાં ભારતએ પાકિસ્તાનનાં જેટને નષ્ટ કરી નાખ્યો હતો) અદાલતે કહ્યું હતું કે આ કેસ સાંભળવો તેના અધિકારક્ષેત્રમાં નથી અને આંતરરાષ્ટ્રીય કોર્ટે તેના પર કોઈ ચુકાદો આપ્યો નહી.

આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય કોર્ટ વચ્ચેનો કોઈ નિર્ણય સંભળાવી શકે છે. વિશ્લેષકોનાં જણાવ્યા અનુસાર, આઇસીજેમાં ભારતના વાંધાને નકારી કાઢવાના ભાગ્યે જ કોઈ મુદ્દા હશે. જો કોર્ટ ભારતની તરફેણમાં ચુકાદો જાહેર કરતા કુલભૂષણ જાધવની મુક્તિનો આદેશ આપે તો ભાગ્યે જ ઇસ્લામાબાદ તેના આ નિર્ણયને અમલમાં મુકે કારણ કે તેનાથી પાકિસ્તાન સરકાર માટે પોતાના ઘરમાં ચહેરો છુપાવવો મુશ્કેલ થઇ જશે. જો કે, જાધવને છોડવા સિવાય, કોઈ પણ નિર્ણય પાકિસ્તાન માટે રાહતનો મુદ્દો બની શકે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ પાકિસ્તાનને જાધવને મૃત્યુદંડની સજા ન આપવા અને રાજદ્વારી પ્રવેશ આપવા માટે પણ આદેશ આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.