Not Set/ પુણેનાં રહેણાંક વિસ્તારમાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ, 1 નું મોત, 13 ઘાયલ

  કોરોનાકાળમાં હવે ઓગસ્ટ અકસ્માતોનો મહિનો સાબિત થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે, પહેલા કેરળમાં વિમાન દુર્ઘટના બની, ત્યારબાદ આંધ્રપ્રદેશની કોરોના હોસ્પિટલમાં આગ લાગી અને હવે પુણેમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટથી દેશ હચમચી ગયુ છે. રવિવારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં […]

India
0914ce1467abf61d7b8b80e1f8754138 1 પુણેનાં રહેણાંક વિસ્તારમાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ, 1 નું મોત, 13 ઘાયલ
 

કોરોનાકાળમાં હવે ઓગસ્ટ અકસ્માતોનો મહિનો સાબિત થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે, પહેલા કેરળમાં વિમાન દુર્ઘટના બની, ત્યારબાદ આંધ્રપ્રદેશની કોરોના હોસ્પિટલમાં આગ લાગી અને હવે પુણેમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટથી દેશ હચમચી ગયુ છે.

રવિવારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં પુણે જિલ્લાનાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં એક મકાનમાં એલપીજી સિલિન્ડર ફાંટ્યો હતો. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પિંપરી ચિંચવાડ ઔદ્યોગિક શહેરમાં દિઘી વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં બની હતી.

સ્થાનિક ડીઘી પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સિલિન્ડરમાં થયેલો વિસ્ફોટ ગેસનાં લિકેજ થવાને કારણે થયો છે, જ્યારે ગેસ સ્ટવને ચલાવવામાં આવ્યું ત્યારે તે ફાટ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધી 1 નું મોત નીપજ્યું છે અને 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.