Not Set/ અમદાવાદ/યુવકે કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આચરી લૂંટ

અમદાવાદમાં દિવસેને દિવસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અહિયાં એક કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી લૂંટી ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે મળતી મહિતી અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એક કિન્નરે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર યુવકે કિન્નરને […]

Ahmedabad Gujarat
ecfe2a49a6ee16c91e00a96d612a0fb7 અમદાવાદ/યુવકે કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આચરી લૂંટ
ecfe2a49a6ee16c91e00a96d612a0fb7 અમદાવાદ/યુવકે કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આચરી લૂંટ

અમદાવાદમાં દિવસેને દિવસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અહિયાં એક કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી લૂંટી ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

આ મામલે મળતી મહિતી અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એક કિન્નરે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર યુવકે કિન્નરને મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી તેમજ ત્યાર બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એટલું જ નહીં યુવકે કિન્નરની સોનાની ચેન અને રોકડા રૂપિયા પણ પડાવી લીધા હતા.

આપને જણાવી દઈએ કે, આ કિન્નર વસ્ત્રાલમાં રહેતા સાગર પંચાલને છેલ્લા આઠેક મહિનાથી ઓળખે છે. બંને અવારનવાર મળતા હતા. રવિવારે મોડી સાંજે સાગરે આ કિન્નરને સિવિલ હૉસ્પિટલ પાસે બોલાવ્યો હતો. અહીંથી તેઓ વસ્ત્રાલ આર.ટી.ઓ નજીક આવ્યા હતા. જ્યાં સાગરે તેના કોઈ મિત્રને બોલાવ્યો હતો. ત્યારબાદ સાગર ફરિયાદી કિન્નરને આ મિત્રના ઘરે લઈ ગયો હતો. જે બાદ સાગરે કિન્નરને  સોફ્ટ ડ્રિંક આપતા હતું, જે બાદમાં તેની તબિયત બગડી હતી. જે બાદ સાગર કિન્નરને લઈને શ્રીજી બાપા કોમ્પલેક્ષ બિલ્ડિંગની નીચે લઇ ગયો અને ત્યાં જઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસે મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી અને ત્યાર બાદ કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.