સર્ચ ઓપરેશન/ કચ્છની સરહદ પર BSFની મોટી કાર્યવાહી, 5 બોટ સાથે એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો

BSFએ પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની બોટ અને એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે.

Gujarat Others
BSF

BSF ભુજે હરામી નાળા વિસ્તારમાંથી વધુ 5 પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી છે. 26 તારીખના રાતથી ચાલતા સર્ચ ઓપરેશનમાં સવારના સમયે બોટ મળી આવી હતી. સર્ચ ઓપરેશન દરમીયાન માછીમારોને પકડવા 3 રાઉન્ડ ફાઈરિંગ પણ કરવામાં આવી હતી. પરિણામે અત્યાર સુધીમાં BSF ભજે 3 પાકીસ્તાની માછીમાર અને 09 બોટ જપ્ત કરી છે.

પ્રાથમીક તપાસમાં 2 દિવસમાં ઝડપાયેલ 3 લોકો પાકિસ્તાની માછીમારો હોવાનુ સામે આવ્યુ છે તો બીજી તરફ બોટના સર્ચ દરમિયાન પણ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ સતત સુરક્ષા વચ્ચે પાકિસ્તાની માછીમારો દ્વારા થઇ રહેલી ઘુસણખોરી સામે આજે BSF એ આક્રમક કાર્યવાહી કરી હતી અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતુ.

કચ્છ BSF દ્વારા ગઈકાલે ગુરુવારે સવારે સરહદી લખપત તાલુકાના સમુદ્રી ક્રિક વિસ્તારના હરામીનાળામાંથી 4 પાકિસ્તાની બોટ અને 2 ઘૂસણખોર માછીમારને ઝડપી લેવાયા હતા. એ બાદ મોડી સાંજ સુધી BSF દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આજે સવારે ફરી આ વિસ્તારમાં સર્ચ-ઓપરેશન દરમિયાન વધુ 5 જેટલી પાકિસ્તાની બોટ જોવા મળી હતી, જેને તાકીદે ઘટનાસ્થળે પહોંચી સલામતી દળે જપ્ત કરી લીધી હતી.

આ પણ વાંચો:શનિવારે ગુજરાત આવશે PM નરેન્દ્ર મોદી, આવો છે તેમનો કાર્યક્રમ

આ પણ વાંચો:ગુજરાતનો ડંકો, ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર, કોમલ ઠક્કરે વધાર્યું ગુજરાતનું

આ પણ વાંચો: ગુજરાતમાં અન્ય રાજ્યોના વસતા ૭૮,૫૫૬ પરિવારોને મળ્યું રાશન

logo mobile