Not Set/ #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50 હજારથી વધુ કેસ, 871 નાં મોત

  ભારતમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 22,68,675 થઈ ગઈ છે. આ સમય દરમિયાન 871 લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 45,257 […]

India
00199a4616dfbbed899a5662f64eb54c 1 #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50 હજારથી વધુ કેસ, 871 નાં મોત

 

ભારતમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 22,68,675 થઈ ગઈ છે.

આ સમય દરમિયાન 871 લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 45,257 પર પહોંચી ગઈ છે. વળી રિકવર થતા લોકોની સંખ્યા વધીને 15,83,489 અને રિકવરી દર વધીને 69.79 ટકા થઈ ગઈ છે. WHO નાં આંકડા મુજબ, 4 થી 10 ઓગસ્ટ સુધી, ભારતમાં વિશ્વનાં દેશો કરતા સૌથી વધુ નવા કેસો સામે આવ્યા છે. 10 ઓગસ્ટ સુધીમાં, યુએસએમાં 53,893 નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં 49,970 અને ભારતમાં 62,064 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસથી દરરોજ નવા કેસની સંખ્યા 60 હજારનો આંકડો વટાવી રહી હતી. ચાર દિવસ બાદ આજે આ આંકડો 53 હજાર પર આવી ગયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.