Not Set/ UP માં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી ફરાર

ઉત્તરપ્રદેસનાં હાપુર જિલ્લામાં છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. વળી, આરોપી હજી પોલીસની પકડમાંથી બહાર છે. આ ઘટના ગુરુવારની જણાવાઈ રહી છે. પોલીસે બાળકીનાં માતા-પિતા અને પડોશીઓનાં નિવેદનોનાં આધારે આરોપીનાં ત્રણ સ્કેચ બહાર પાડ્યા છે. મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિ દ્વારા યુવતીનું ગઢમુક્તેશ્વર વિસ્તારમાં તેના ઘરની બહારથી અપહરણ કરવામાં […]

India
271f706390424970ad9dad741688f6a3 UP માં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી ફરાર
271f706390424970ad9dad741688f6a3 UP માં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી ફરાર

ઉત્તરપ્રદેસનાં હાપુર જિલ્લામાં છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. વળી, આરોપી હજી પોલીસની પકડમાંથી બહાર છે. આ ઘટના ગુરુવારની જણાવાઈ રહી છે. પોલીસે બાળકીનાં માતા-પિતા અને પડોશીઓનાં નિવેદનોનાં આધારે આરોપીનાં ત્રણ સ્કેચ બહાર પાડ્યા છે.

મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિ દ્વારા યુવતીનું ગઢમુક્તેશ્વર વિસ્તારમાં તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. માતા-પિતાએ પોલીસમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે સવારે તે છોકરી તેના ગામથી થોડે દૂર બેભાન અને લોહીથી લથપથ હાલતમાં પોલીસને મળી આવી હતી. યુવતીને મેરઠની વિશેષ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તબીબી તપાસ દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની પુષ્ટી થઇ હતી.

બાળકીની સર્જરી કરાઈ છે, જો કે ડોક્ટર્સ કહે છે કે તેની હાલત સ્થિર છે કોઇ જોખમ નથી. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, 2012 નાં નિર્ભયા ગેંગરેપ કેસની જેમ નિર્દય રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. જે હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવામાં આવી છે, તે મેરઠ મેડિકલ કોલેજનાં આચાર્ય ડો.એસ.કે.ગર્ગે જણાવ્યું હતું કે, તેને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગશે અને તેને વધુ સર્જરી કરાવવી પડશે. હાપુરનાં એસપી સંજીવ સુમાને જણાવ્યું હતું કે, બાળકીની તબીબી સ્થિતિને કારણે તેઓએ હજુ સુધી તેનું નિવેદન નોંધ્યું નથી. તેમણે કહ્યું કે આરોપીઓને પકડવા માટે પોલીસની છ ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે પણ આ ઘટનાને લઈને વિરોધ શરૂ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.