Not Set/ કોરોનાનાં વધતા કેસને લઇને 72 કલાકનાં ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે : PM મોદી

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 10 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ રોગચાળાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર છે. જણાવી દઇએ કે, કોરોના રોગચાળો ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી રાજ્યો સાથે વડા પ્રધાનની આ સાતમી બેઠક છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થયેલી આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, […]

India
015d06e281d029086a3779f951b21a75 કોરોનાનાં વધતા કેસને લઇને 72 કલાકનાં ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે : PM મોદી
015d06e281d029086a3779f951b21a75 કોરોનાનાં વધતા કેસને લઇને 72 કલાકનાં ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે : PM મોદી 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 10 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ રોગચાળાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર છે. જણાવી દઇએ કે, કોરોના રોગચાળો ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી રાજ્યો સાથે વડા પ્રધાનની આ સાતમી બેઠક છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થયેલી આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીઓ શામેલ છે. આ મીટિંગ મહત્વની એટલે પણ માનવામાં આવે છે કારણ કે આ બધા રાજ્યો સૌથી વધુ વસ્તીની ઘનતાવાળા છે અને તેમાં મોટી સંખ્યામાં કોરોના ચેપગ્રસ્ત લોકો છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 થી ઉદ્ભવતા પડકારજનક પરિસ્થિતિઓ સામે તમામ રાજ્યો યુદ્ધ લડી રહ્યા છે. આ રોગચાળાને અંકુશમાં રાખવા માટે દરેક રાજ્યની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કોરોના સામે લડવું દરેક માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હવે આપણે તપાસ, રિકવરી દરમાં વધારો કરવાની વ્યૂહરચના પર કામ કરવું પડશે.

આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ રોગચાળો તેના સ્વરૂપમાં પરિવર્તન લાવી રહ્યો છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહાર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. પીએમે કહ્યું હતું કે, નિષ્ણાંતો પણ ધ્યાનમાં રાખી રહ્યા છે કે જો 72 કલાકમાં આ કેસની ઓળખ કરવામાં આવે છે તો જીવન બચાવી શકાય છે. વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, હવે આ 72 કલાકનાં ફોર્મ્યુલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તેને 72 કલાકમાં તમામ સંપર્કમાં આવેલા લોકોનાં ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં પરિસ્થિતિ ડરાવતી હોય તેવુ દેખાઇ રહ્યુ હતુ, પરંતુ હવે ટેસ્ટિંગમાં વધારો કર્યા પછી સ્થિતિમાં સુધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, હવે કેસની સંખ્યા 22 લાખ 68 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, 6,68,929 કેસ સક્રિય છે જ્યારે 15,83,490 લોકો ચેપ મુક્ત થયા છે. વળી કોરોનાથી અત્યાર સુધીમાં 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાનાં 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.