Not Set/ FB માં વિવાદાસ્પદ પોસ્ટ બાદ બેંગલુરુમાં હિંસા ભડકી, કલમ 144 લાગુ, 60 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

  પૂર્વી બેંગલુરુમાં મંગળવારે રાત્રે એક ફેસબુક પોસ્ટને લઈને હિંસા ફાટી નીકળી હતી. માહોલને અંકુશમાં રાખવા માટે પોલીસે આંસૂ ગેસનાં શેલ છોડીને ફાયરિંગ કરતા ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે 60 પોલીસકર્મી ઘાયલ થયા છે. ગુરુવારે સવાર સુધી ડી.જે.હલ્લી અને કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનનાં વિસ્તારોમાં કર્ફ્યુ […]

India
eeb059a006f2010e0f620fe43031248b 1 FB માં વિવાદાસ્પદ પોસ્ટ બાદ બેંગલુરુમાં હિંસા ભડકી, કલમ 144 લાગુ, 60 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
 

પૂર્વી બેંગલુરુમાં મંગળવારે રાત્રે એક ફેસબુક પોસ્ટને લઈને હિંસા ફાટી નીકળી હતી. માહોલને અંકુશમાં રાખવા માટે પોલીસે આંસૂ ગેસનાં શેલ છોડીને ફાયરિંગ કરતા ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે 60 પોલીસકર્મી ઘાયલ થયા છે.

ગુરુવારે સવાર સુધી ડી.જે.હલ્લી અને કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનનાં વિસ્તારોમાં કર્ફ્યુ લગાવાયો છે. આપને જણાવી દઈએ કે, પુલાકેશી નગરમાં મંગળવારે રાત્રે ટોળાએ પોલીસ સ્ટેશન અને કોંગ્રેસનાં ધારાસભ્ય (અખંડ શ્રીનિવાસ મૂર્તિ) નાં ઘરે તોડફોડ કરી હતી. ધારાસભ્યનાં એક કથિત સંબંધીએ સોશિયલ મીડિયા પર કોમી મુદ્દાથી સંબંધિત એક પોસ્ટ શેર કર્યા પછી આ ઘટના બની છે. પોલીસે આ કેસમાં નવીન નામનાં આરોપીની ધરપકડ કરી છે, આ સિવાય 110 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

બેંગલુરુનાં પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું હતું કે, ડીજે હલ્લીની ઘટનાનાં આરોપી નવીનને અપમાનજનક પોસ્ટ મુકવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ પર હુમલો કરવા બદલ 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવામાં સહયોગ આપવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિનાં નિવાસસ્થાન નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ પછી ટોળાએ પોલીસ સ્ટેશન પર નિશાન સાધ્યું હતું કે પોલીસે હુમલો કરનારને કસ્ટડીમાં રાખ્યો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હિંસાને રોકવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમોનાં વાહનોને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસ સુત્રોએ જણાવ્યું છે કે આરોપી, જેમણે પોતાને ધારાસભ્યનો સબંધી ગણાવ્યો હતો, તેણે કથિત રીતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે સમુદાયનાં લોકોને ઉશ્કેર્યા હતા. ધારાસભ્યએ સમુદાયનાં સભ્યોને હિંસા ન કરવા અપીલ કરી હતી. તેમણે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, “હું લોકોને અપીલ કરું છું કે કેટલાક બદમાશોની ભૂલોને લીધે આપણે હિંસામાં ન ઉતરવું જોઈએ.” લડવાની જરૂર નથી. આપણે બધા ભાઈઓ છીએ. અમે ગુનેગારોને કાયદા પ્રમાણે શિક્ષા કરીશું. અમે પણ તમારી સાથે છીએ. હું મારા મિત્રોને શાંતિ જાળવવા અપીલ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.