Not Set/ કર્ણાટકમાં યાત્રી બસમાં લાગી આગ, ત્રણ બાળકો સહિત 5 લોકોનાં મોત

  કર્ણાટકમાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો છે. બેંગલુરુ આવી રહેલી બસમાં અચાનક આગ લાગવાનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ચિત્રદુર્ગ જિલ્લાનાં હિરીયુર ખાતે બુધવારે સવારે નેશનલ હાઇવે-4 પર લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

India
aec0b17c8f12a1d3d1126cecfa9b64b2 1 કર્ણાટકમાં યાત્રી બસમાં લાગી આગ, ત્રણ બાળકો સહિત 5 લોકોનાં મોત
 

કર્ણાટકમાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો છે. બેંગલુરુ આવી રહેલી બસમાં અચાનક આગ લાગવાનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ચિત્રદુર્ગ જિલ્લાનાં હિરીયુર ખાતે બુધવારે સવારે નેશનલ હાઇવે-4 પર લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “નેશનલ હાઇવે-4 પર સવારે 3.00 વાગ્યે બસમાં આગ લાગતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.” બસ બીજપુરથી બેંગલુરુ આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ હજી થઈ નથી. આ અકસ્માતમાં બળી ગયેલા ઘણા લોકોને હિરીયુર અને ચિત્રદુર્ગની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આશંકા વ્યક્ત કરી કે, બસ રસ્તાની બાજુમાં પાર્ક કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.