Not Set/ J&K/ જવાનોને મળી મોટી સફળતા, બે આતંકી ઠેકાણાં ધ્વસ્ત, મળી આવ્યા વિસ્ફોટો અને દારૂગોળા

  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાનાં બે મુખ્ય ઠેકાણાંનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા દળોએ અવંતિપોરામાં બદરૂ અને બરસુ જંગલમાં લશ્કરનાં બે ઠેકાણાં શોધી કાઠ્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળા મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે, બુધવારે આ પહેલા સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં પુલવામામાં હિઝબુલ […]

India
c1e63b56d63d7e122357f1c0bafc1960 J&K/ જવાનોને મળી મોટી સફળતા, બે આતંકી ઠેકાણાં ધ્વસ્ત, મળી આવ્યા વિસ્ફોટો અને દારૂગોળા
c1e63b56d63d7e122357f1c0bafc1960 J&K/ જવાનોને મળી મોટી સફળતા, બે આતંકી ઠેકાણાં ધ્વસ્ત, મળી આવ્યા વિસ્ફોટો અને દારૂગોળા 

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાનાં બે મુખ્ય ઠેકાણાંનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા દળોએ અવંતિપોરામાં બદરૂ અને બરસુ જંગલમાં લશ્કરનાં બે ઠેકાણાં શોધી કાઠ્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળા મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે, બુધવારે આ પહેલા સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં પુલવામામાં હિઝબુલ કમાન્ડર આઝાદ લલહારીને ઠાર કર્યો હતો.

આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાની ક્વિક રિએક્શન (ક્યૂઆરટી) ની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો. જો કે આતંકવાદીઓ તેઓ જે પ્રકારનાં હુમલાની ફિરાકમાં હતા તેમાં સફળ થઈ શક્યા ન હોતા, આ હુમલામાં એક યુવાન ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભારતીય સૈન્ય તરફથી એવું જાણવા મળ્યું છે કે, ભારતીય સૈન્યની ક્યૂઆરટી ટીમ બારામુલ્લાથી ગુલમર્ગ તરફ જઇ રહી હતી. શ્રીનગર-બારામુલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુલમર્ગ તરફ જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ટ્રમગુંડ હેગમ ક્રોસિંગ નજીક હુમલો કર્યો હતો. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. હુમલા બાદ આતંકીઓએ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે તેઓ નાસી છુટ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરમાં આતંકવાદની અનેક ઘટનાઓ બની છે. ખાસ કરીને ખીણમાં ભાજપનાં નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. બડગામમાં આતંકવાદીઓએ ભાજપનાં ઓબીસી મોરચાનાં અધ્યક્ષ અબ્દુલ હમીદ નઝરને ગોળી મારી હતી. આવી જ એક ઘટના 6 ઓગસ્ટનાં રોજ કુલગામનાં વેસુમાં સામે આવી હતી, જ્યાં આતંકીઓએ તેમના ઘરની બહાર સ્થાનિક સરપંચ સજ્જાદ અહમ ખાંડેને ગોળી મારી હતી. આ ઘટના બાદ સરપંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 4 ઓગસ્ટ ભાજપનાં નેતા આરીફ અહેમદને પણ આતંકવાદીઓએ ગોળી મારીને ભાગી છૂટ્યો હતો. જ્યારે આ પહેલા જમ્મુ-કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓ દ્વારા ભાજપનાં નેતા વસીમ બારી, તેના પિતા અને ભાઇની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાઓથી ડરનો માહોલ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.