Not Set/ Zydus Cadila એ લોન્ચ કરી કોરોનાની સૌથી સસ્તી દવા

  ઝાયડસ કેડિલા નામની દવા કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવા રેમડેસિવિરને રેમડેક બ્રાન્ડ નામથી ભારતીય બજારોમાં લોન્ચ કરી છે. કંપનીએ શેર બજારને જણાવ્યું હતું કે 100 મિલિગ્રામ બોટલની રેમડેસિવિરની કિંમત 2,800 રૂપિયા છે, જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરની સૌથી સસ્તી બ્રાન્ડ છે. ઝાયડસ કેડિલાએ કહ્યું કે, આ […]

India
5f201016aa3fd0998c5a700439bb2fa4 1 Zydus Cadila એ લોન્ચ કરી કોરોનાની સૌથી સસ્તી દવા
 

ઝાયડસ કેડિલા નામની દવા કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવા રેમડેસિવિરને રેમડેક બ્રાન્ડ નામથી ભારતીય બજારોમાં લોન્ચ કરી છે. કંપનીએ શેર બજારને જણાવ્યું હતું કે 100 મિલિગ્રામ બોટલની રેમડેસિવિરની કિંમત 2,800 રૂપિયા છે, જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરની સૌથી સસ્તી બ્રાન્ડ છે.

ઝાયડસ કેડિલાએ કહ્યું કે, આ દવા તેના વિતરણ નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જોવા મળશે. કેડિલા હેલ્થકેરનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, “રેમડૈક એ સૌથી સસ્તી દવા છે, કારણ કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા કોવિડ-19 ની સારવારમાં શક્ય તેટલા દર્દીઓ સુધી પહોંચે.” આ દવા માટે સક્રિય દવા ઘટક (એપીઆઈ) નું વિનિર્માણ સમૂહની ગુજરાત પોઝિશન યુનિટમાં બનાવવામાં આવે છે.

ઝાયડસ કેડિલા કોવિડ-19 રસી બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે અને ઝાયકોવ-ડી નામની આ રસી ક્લિનિકલ ટ્રાયલ્સનાં બીજા તબક્કામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.