Not Set/ અમદાવાદ/ દારૂની ખેપ મારતા ત્રણ ઈસમો ઝબ્બે, બોટલો છુપાવાની જગ્યા જોઇ પોલીસ પણ ચોંકી ગઇ

  આંબાવાડી વિસ્તારમાં C.N. વિદ્યાલય પાસેથી PCB ની ટીમે બોલેરો ગાડીમાંથી 161 વિદશી દારૂની બોટલો કબ્જે કરી છે. આરોપીઓએ બોલેરોની છતમાં ચોરખાનું બનાવીને દારૂ છૂપાવ્યો હતો. અમદાવાદ પોલીસે રાજસ્થાનનાં ડુંગરપુરનાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક દારૂ ભરી આપનાર અને અન્ય એક શખ્સ ફરાર છે. PCB ની ટીમને બાતમી મળી હતી કે, એક ગાડીમાં […]

Ahmedabad Gujarat
2aabffd03df48ced58befe408e1eff5f અમદાવાદ/ દારૂની ખેપ મારતા ત્રણ ઈસમો ઝબ્બે, બોટલો છુપાવાની જગ્યા જોઇ પોલીસ પણ ચોંકી ગઇ
2aabffd03df48ced58befe408e1eff5f અમદાવાદ/ દારૂની ખેપ મારતા ત્રણ ઈસમો ઝબ્બે, બોટલો છુપાવાની જગ્યા જોઇ પોલીસ પણ ચોંકી ગઇ 

આંબાવાડી વિસ્તારમાં C.N. વિદ્યાલય પાસેથી PCB ની ટીમે બોલેરો ગાડીમાંથી 161 વિદશી દારૂની બોટલો કબ્જે કરી છે. આરોપીઓએ બોલેરોની છતમાં ચોરખાનું બનાવીને દારૂ છૂપાવ્યો હતો. અમદાવાદ પોલીસે રાજસ્થાનનાં ડુંગરપુરનાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક દારૂ ભરી આપનાર અને અન્ય એક શખ્સ ફરાર છે.

PCB ની ટીમને બાતમી મળી હતી કે, એક ગાડીમાં રાજસ્થાનથી દારૂ ભરી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે પાંજરાપોળથી C.N. વિદ્યાલય તરફનાં રોડ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને પોલીસે પકડી રોકી હતી. પોલીસે ગાડીની ઉપર છતમાં જોતા એક ચોરખાનું જોવા મળ્યુ હતું, જેમાં વિદેશી દારૂ ભર્યો હતો. પોલીસે તમામ દારૂ કાઢી જોતા 161 વિદેશી દારૂની બોટલ જોવા મળી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જીતુ રાજપૂત નામનાં શખ્સે દારૂ ભરી આપ્યો હતો અને આર.કે નામનાં શખ્સે દારૂ મંગાવ્યો હતો. પોલીસે હાલ બંનેની તપાસ શરૂ કરી છે.

રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.