Not Set/ પશ્ચિમ બંગાળ/ રાજ્યપાલ જગદીપ ધનખડનો મોટો આક્ષેપ, કહ્યુ- સર્વેલાન્સ પર છે રાજભવન

  રવિવારે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડે આરોપ લગાવ્યો કે, રાજભવનને સર્વેલાન્સ પર રાખવામાં આવ્યું છે અને આ પગલુ સંસ્થાનાં પવિત્રતાને ઓછુ કરે તેવુ છે. ગત એક વર્ષમાં ટીએમસી સરકાર સાથે અનેક મુદ્દાઓ પર તણાવ બાદ ચોંકાવનારો દાવો કરતા રાજ્યપાલે કહ્યું કે, રાજ્યમાં અરાજકતા હજુ પણ ચાલી રહી છે. ધનખડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હું તમને […]

India
e301e93e377b234232c4694ec770f2fa 1 પશ્ચિમ બંગાળ/ રાજ્યપાલ જગદીપ ધનખડનો મોટો આક્ષેપ, કહ્યુ- સર્વેલાન્સ પર છે રાજભવન
 

રવિવારે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડે આરોપ લગાવ્યો કે, રાજભવનને સર્વેલાન્સ પર રાખવામાં આવ્યું છે અને આ પગલુ સંસ્થાનાં પવિત્રતાને ઓછુ કરે તેવુ છે. ગત એક વર્ષમાં ટીએમસી સરકાર સાથે અનેક મુદ્દાઓ પર તણાવ બાદ ચોંકાવનારો દાવો કરતા રાજ્યપાલે કહ્યું કે, રાજ્યમાં અરાજકતા હજુ પણ ચાલી રહી છે.

ધનખડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હું તમને કહેવા માંગુ છું કે રાજભવન સર્વેલાન્સ પર છે.” જેનાથી રાજભવનનું પવિત્રતા ઘટાડશે. હું તેની શુદ્ધતા માટે દરેક પ્રયત્નો કરીશ.

એક દિવસ અગાઉ સ્વતંત્રતા દિવસ નિમિત્તે, સાંજનાં સમયે રાજભવન ખાતેનાં પરંપરાગત સમારોહમાં તેમની ગેરહાજરી માટે ધનખડે તેમની ટીકા કરી હતી. રાજ્યપાલે કહ્યું કે, સમારોહમાં બેનર્જીની ગેરહાજરીથી તેઓ સ્તબ્ધછે અને આ વિશે કંઇ કહેવા માટે તેમની પાસે શબ્દો નથી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેડ રોડ પર સ્વતંત્રતા દિવસની પરેડ જોયા બાદ રાજભવન પહોંચ્યા હતા. લગભગ એક કલાક બેઠક કર્યા બાદ, બેનર્જીએ કહ્યું, “અમે સાંજે (રાજભવન ખાતે) હાજર રહી શકીશું નહીં, તેથી રેડ રોડ પરનાં સમારોહ પછી અહીં આવી ગયા, જોકે અમે પહેલાથી સમય લીધો નહતો. અમે રાજ્યપાલ સાથે વાત કરી હતી અને તેમને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.