Not Set/ હેટ સ્પીચ વિવાદ/ પોતોના પર લાગેલા આરોપ પર FB ની સ્પષ્ટતા, જાણો શું કહ્યુ

  અમેરિકન અખબારમાં ફેસબુક વિશેનો અહેવાલ જે રીતે સામે આવ્યો છે, તેનાથી ભારતમાં ભયનો માહોલ સર્જાયો છે. અખબારનાં અહેવાલ મુજબ, ભારતમાં ફેસબુક અને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો વચ્ચે સાંઠગાંઠ છે. રિપોર્ટ અનુસાર ફેસબુક ભાજપ અને તેનાથી જોડાયેલા લોકોનાં નફરતી ભાષણ પ્રત્યે નરમ વલણ ધરાવે છે. અખબારનાં આ દાવા પછી વિપક્ષે સરકાર […]

India
e8bc7107aa6116f2f97e65278580ea63 હેટ સ્પીચ વિવાદ/ પોતોના પર લાગેલા આરોપ પર FB ની સ્પષ્ટતા, જાણો શું કહ્યુ
e8bc7107aa6116f2f97e65278580ea63 હેટ સ્પીચ વિવાદ/ પોતોના પર લાગેલા આરોપ પર FB ની સ્પષ્ટતા, જાણો શું કહ્યુ 

અમેરિકન અખબારમાં ફેસબુક વિશેનો અહેવાલ જે રીતે સામે આવ્યો છે, તેનાથી ભારતમાં ભયનો માહોલ સર્જાયો છે. અખબારનાં અહેવાલ મુજબ, ભારતમાં ફેસબુક અને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો વચ્ચે સાંઠગાંઠ છે. રિપોર્ટ અનુસાર ફેસબુક ભાજપ અને તેનાથી જોડાયેલા લોકોનાં નફરતી ભાષણ પ્રત્યે નરમ વલણ ધરાવે છે. અખબારનાં આ દાવા પછી વિપક્ષે સરકાર ઉપર પ્રહાર શરૂ કર્યા છે. આ અહેવાલ બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પરંતુ ફેસબુકે અખબારનાં અહેવાલને એકદમ નકાર્યો છે.

ફેસબુક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, અમે હેટ સ્પીચને પ્રતિબંધિત કરીએ છીએ, પછી ભલે તે કોઈ પણ દેશ સાથે સંકળાયેલ હોય કે વિશ્વનાં કોઈ રાજકીય પક્ષ સાથે. ફેસબુકનાં પ્રવક્તાએ કહ્યું કે, ફેસબુક પરની કોઈપણ સામગ્રી કે જે હિંસાને પ્રોત્સાહન આપે છે, લોકોમાં નફરત ફેલાવે છે, અમે તેને પ્રતિબંધિત કરીએ છીએ, પછી ભલે તે કોઈ રાજકીય પક્ષ કે સંગઠન હોય. પરંતુ અમને એ પણ ખ્યાલ છે કે આવી સામગ્રીનું વધુ નિરીક્ષણ કરવાની અને ઓડિટ કરવાની જરૂર છે, અમે આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.