Not Set/ સત્યપાલ મલિક બન્યા મેઘાલયનાં રાજ્યપાલ, ભગતસિંહ કોશિયારીને સોંપાયો ગોવાનો વધુ એક હવાલો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગોવાનાં રાજ્યપાલ, સત્યપાલ મલિકની મેઘાલયમાં બદલી કરી દીધી છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગોવાનો વધારાનો હવાલો સોંપાયો છે. હાલમાં ગોવાનાં રાજભવનની જવાબદારી મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનાં ખભા પર રહેશે. કોશિયારી મહારાષ્ટ્રની સાથે ગોવાની કામગીરી પણ દેખશે. રાષ્ટ્રપતિ ભવને તાજેતરમાં જ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ગોવાનાં રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકની બદલી થઈ […]

India
79d6a2b65ff27af00cbd2ff262c8cc51 સત્યપાલ મલિક બન્યા મેઘાલયનાં રાજ્યપાલ, ભગતસિંહ કોશિયારીને સોંપાયો ગોવાનો વધુ એક હવાલો
79d6a2b65ff27af00cbd2ff262c8cc51 સત્યપાલ મલિક બન્યા મેઘાલયનાં રાજ્યપાલ, ભગતસિંહ કોશિયારીને સોંપાયો ગોવાનો વધુ એક હવાલોરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગોવાનાં રાજ્યપાલ, સત્યપાલ મલિકની મેઘાલયમાં બદલી કરી દીધી છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગોવાનો વધારાનો હવાલો સોંપાયો છે. હાલમાં ગોવાનાં રાજભવનની જવાબદારી મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનાં ખભા પર રહેશે. કોશિયારી મહારાષ્ટ્રની સાથે ગોવાની કામગીરી પણ દેખશે.

રાષ્ટ્રપતિ ભવને તાજેતરમાં જ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ગોવાનાં રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકની બદલી થઈ છે અને તેઓને મેઘાલયનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યપાલનાં કાર્યો ઉપરાંત તેમની ફરજો પણ નિભાવશે.” રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનો આદેશ જારી કર્યો છે. રાજ્યપાલ તેમનો પદ સંભાળશે ત્યારથી જ આ નિમણૂંકો અસરકારક રહેશે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે PM Cares Fund મામલામાં અરજદારોની માંગ ફગાવી

સત્યપાલ મલિક જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ રહી ચૂક્યા છે. બાદમાં તેમને ગોવાનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હવે તેમની નવી નિમણૂંક મેઘાલયમાં થઈ છે. વળી ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રની સાથે ગોવાની કામગીરી પણ દેખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.