Not Set/ મહારાષ્ટ્ર/ વિશ્વના છઠ્ઠા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકાને છોડયું પાછળ…

  વિશ્વના કોરોના વાઈરસ થી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં 6ઠ્ઠાક્રમે રહેલા દક્ષિણ આફ્રિકાને મહારાષ્ટ્ર એ પાછળ છોડયું છે. વર્લ્ડમાસ્ટર્સ ડોટ કોમ વેબસાઇટ અનુસાર, મહારાષ્ટ્રમાં 6 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે દક્ષિણ આફ્રિકામાં 5,89,886 કોરોના કેસ નોંધાયા છે. વેબસાઇટ અનુસાર, અમેરીકા કોરોનની વૈશ્વિક યાદીમાં 56 લાખ 12 હજાર 27 કેસ સાથે સૌથી ઉપર […]

India
e91faf3db6e991ebcfc954e671ece0e5 મહારાષ્ટ્ર/ વિશ્વના છઠ્ઠા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકાને છોડયું પાછળ...
e91faf3db6e991ebcfc954e671ece0e5 મહારાષ્ટ્ર/ વિશ્વના છઠ્ઠા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકાને છોડયું પાછળ... 

વિશ્વના કોરોના વાઈરસ થી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં 6ઠ્ઠાક્રમે રહેલા દક્ષિણ આફ્રિકાને મહારાષ્ટ્ર એ પાછળ છોડયું છે. વર્લ્ડમાસ્ટર્સ ડોટ કોમ વેબસાઇટ અનુસાર, મહારાષ્ટ્રમાં 6 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે દક્ષિણ આફ્રિકામાં 5,89,886 કોરોના કેસ નોંધાયા છે.

વેબસાઇટ અનુસાર, અમેરીકા કોરોનની વૈશ્વિક યાદીમાં 56 લાખ 12 હજાર 27 કેસ સાથે સૌથી ઉપર છે. જ્યારે બ્રાઝિલ 33 લાખ 63 હજાર 235 કેસ સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે ભારત 27 લાખ 1 હજાર 604 કેસો સાથે ત્રીજા ક્રમાંકે છે. અને રશિયા 9 લાખ 27 હજાર 745 કેસ સાથે ચોથા ક્રમે છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, સોમવાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6 લાખ 4 હજાર 358 કેસ નોંધાયા છે. 

આ પણ વાંચો : ભારતમાં કોરોના વાયરસની રસીનું ફેઝ -3 ટ્રાયલ બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે

8 મી ઓગસ્ટના રોજ, મહારાષ્ટ્રમાં 5 લાખ કેસ નોધવાની સાથે 9 દિવસ પછી, રાજ્યમાં કોરોના કેસ 6 લાખને વટાવી ગયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 8493 કોરોના દર્દીઓ સાજા થયા હતા જ્યારે 11,111 કોરોના ચેપગ્રસ્ત લોકો રવિવારે સ્વસ્થ થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ સક્રિય કેસ 1 લાખ 55 હજાર 268 છે.

મહારાષ્ટ્રમાં એક લાખ કેસ આવવામાં 96 દિવસનો સમય લાગ્યો હતો. તે પછી, 22 દિવસમાં 2 લાખ, 12 દિવસમાં 3 લાખ, 11 દિવસમાં 4 લાખ, 10 દિવસમાં 5 લાખ કેસ નોધાયા હતા. ઓગસ્ટમાં પ્રથમ 17 દિવસમાં મહારાષ્ટ્રમાં 1 લાખ 82 હજાર 834 કેસ એટલે કે દરરોજ 10,754 નવા કોરોના કેસ નોંધાયા છે. જે ગત મહિના કરતા ઘણા વધારે છે. જુલાઇમાં 2 લાખ 47 હજાર 392 કોરોના કેસ હતા, જૂનમાં 1 લાખ 2 હજાર 172, મેમાં 57,157, એપ્રિલમાં 10,196 અને માર્ચમાં 302 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.