Not Set/ આજે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ થશે રાફેલ

  ચીન અને પાકિસ્તાન હોય કે અન્ય કોઈ દેશ, ભારત પર ખરાબ નજર રાખનારાઓ હવે ખૈર નથી. જી હા, દેશનાં મહાબાલી ફાઇટર જેટ રાફેલ આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનાનાં “ગોલ્ડન એરો” નાં 17 સ્ક્વોડ્રોનનો ભાગ બનશે. સવારે 10 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાન્સનાં સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી, સીડીએસ જનરલ બિપિન રાવત […]

India
f6dad24d19104f515c9d1d8b83709f0a આજે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ થશે રાફેલ
f6dad24d19104f515c9d1d8b83709f0a આજે ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ થશે રાફેલ 

ચીન અને પાકિસ્તાન હોય કે અન્ય કોઈ દેશ, ભારત પર ખરાબ નજર રાખનારાઓ હવે ખૈર નથી. જી હા, દેશનાં મહાબાલી ફાઇટર જેટ રાફેલ આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનાનાં “ગોલ્ડન એરો” નાં 17 સ્ક્વોડ્રોનનો ભાગ બનશે. સવારે 10 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાન્સનાં સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી, સીડીએસ જનરલ બિપિન રાવત અને એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ઉપસ્થિત રહેશે.

આપને જણાવી દઈએ કે, પાંચ રાફેલની પહેલી બેચ 29 જુલાઈએ અંબાલા એરફોર્સ સ્ટેશન પર આવી હતી. આ પાંચ રાફેલમાં ત્રણ સિંગલ અને બે ડબલ સીટર જેટ શામેલ છે. રાફેલનો પ્રથમ સ્કવોડ્રોન અંબાલા એર બેઝથી કાર્ય કરશે. કારણ કે અહીંથી થોડીવારમાં પાકિસ્તાન અને ચીન પર હુમલો કરી શકાય છે. જણાવી દઇએ કે, રાફાલ તેની એવિયોનિક્સ, રડાર અને શસ્ત્ર પ્રણાલીઓ સાથે દક્ષિણ એશિયાનું સૌથી શક્તિશાળી વિમાન છે. જો કે, લદ્દાખ અને હિમાચલનાં પર્વતીય પ્રદેશોમાં આ લડાકુ વિમાન પહેલેથી ઉડાન ભરી ચુક્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 10 સપ્ટેમ્બરે અંબાલા એરફોર્સ સ્ટેશન પર યોજાનારા આ સમારોહ માટે રાફેલ જેટનાં પસંદગીનાં પાઇલોટ્સ પાંચેય રાફેલ સાથે ઘણા દિવસોથી સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેની પ્રેક્ટિસ દરમિયાન આખું આકાશ ધ્રુજતું રહે છે. અવાજ કરતા ઝડપથી ઉડતુ રાફેલ જેટ સંપૂર્ણ મૌન સાથે આવે છે અને જોરદાર ગર્જના સાથે એક ક્ષણમાં આંખો સામેથી ગાયબ થઈ જાય છે.

વર્ષ 2016 માં ભારત સરકારે 59 હજાર કરોડમાં ફ્રેન્ચ સરકાર પાસે 36 રાફેલ ખરીદવાનો નિર્ણય લીધો હતો. રાફેલ 4.5 જનરેશનનાં દુનિયાનાં શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં એક છે. તે બે એન્જિનનું મલ્ટિ-રોલ એરક્રાફ્ટ છે. તે એક એવુ વિમાન છે જે એક જ ઉડાનમાં ઘણા મિશન ચલાવી શકે છે. તેમા મેટેઓર મિસાઇલ લાગેલી છે. તે 150 કિલોમીટર સુધી હવાથી હવામાં માર કરતી દુનિયાની ઘાતક મિસાઇલોમાંની એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.