Not Set/ લોકશાહીનું ગળુ દબાવવાનો થઇ રહ્યો છે પ્રયત્ન : અધીર રંજન

  આજથી મોનસૂન સત્ર શરૂ થયુ છે, કોરોના રોગચાળાને કારણે આ સત્રમાં ઘણા ફેરફારો થયા છે, આ વખતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અલગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસનાં સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પ્રશ્નકાળ સંસદ પ્રણાલીમાં હોવા જરૂરી છે, આ ગૃહની આત્મા છે પરંતુ સરકાર પ્રશ્નકાળને હટાવી લોકતંત્રનું ગળુ દબાવવાનો પ્રયત્ન કરી […]

India
9f0851a753fff450ac56a1622317ca5c લોકશાહીનું ગળુ દબાવવાનો થઇ રહ્યો છે પ્રયત્ન : અધીર રંજન
9f0851a753fff450ac56a1622317ca5c લોકશાહીનું ગળુ દબાવવાનો થઇ રહ્યો છે પ્રયત્ન : અધીર રંજન

 

આજથી મોનસૂન સત્ર શરૂ થયુ છે, કોરોના રોગચાળાને કારણે આ સત્રમાં ઘણા ફેરફારો થયા છે, આ વખતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અલગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસનાં સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પ્રશ્નકાળ સંસદ પ્રણાલીમાં હોવા જરૂરી છે, આ ગૃહની આત્મા છે પરંતુ સરકાર પ્રશ્નકાળને હટાવી લોકતંત્રનું ગળુ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.

તો વળી એઆઈઆઈએમઆઈએમનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, પ્રશ્નકાળને સ્થગિત કરવુ, સંસદીય પ્રણાલી માટે ખતરો છે. ઓવૈસીએ આ મુદ્દે વિભાજનની માંગ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યું હતું કે, પ્રશ્નકાળ સંસદીય પ્રણાલીની મૂળ રચના, તેના મુખ્ય ભાગ સાથે જોડાયેલ છે, જ્યારે સંસદીય બાબતોનાં પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં કહ્યું કે, સરકાર ચર્ચાથી ભાગતી નથી, આ એક અસાધારણ પરિસ્થિતિ છે, અમે આશરે 800850 સાંસદો સાથે મળી રહ્યા છીએ, સરકારને સવાલ કરવાની ઘણી રીતો છે, સરકાર ચર્ચાથી ભાગતી નથી.

તો આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે, મેં ઘણા નેતાઓ સાથે પણ વાત કરી છે, અસાધારણ સંજોગોમાં આપણે સંસદની કાર્યવાહી હાથ ધરી છે, તે માટે દરેકનાં સહકારની જરૂર છે, આ એક ખાસ સત્ર છે, ગૃહ ફક્ત 4 કલાક ચાલશે અને મેં વિનંતી કરી કે અહીં પ્રશ્નકાળ ન હોય, અડધો કલાકનો ઝીરો અવર હોવો જોઈએ, રાજનાથસિંહે કહ્યું કે જો તમને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે અડધા કલાકમાં તે કરી શકો છો, મોટાભાગનાં રાજકીય પક્ષોનાં નેતાઓ તે આ માટે સંમત થઈ ગયા હતા અને તે પછી જ સંસદ આગળ વધવાનું નક્કી થયું હતું, તેમા પ્રશ્નકાળ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.