Not Set/ ચૂંટણી પૂર્વે PM મોદીએ બિહારને આપી મોટી ભેટ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મંગળવારે રાજ્ય માટે સાત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારનાં લોકોને શહેરી વિકાસને લગતા 545 કરોડ પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. તેમાંથી ચાર પાણી પુરવઠા, બે સીવેરેજ ટ્રીટમેન્ટ અને એક રીવરફ્રન્ટ વિકાસ સાથે સંબંધિત છે. આપને જણાવી દઈએ કે, બિહાર […]

India
99bcf2b4a2213e15011a630a86c4bb6a ચૂંટણી પૂર્વે PM મોદીએ બિહારને આપી મોટી ભેટ
99bcf2b4a2213e15011a630a86c4bb6a ચૂંટણી પૂર્વે PM મોદીએ બિહારને આપી મોટી ભેટ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મંગળવારે રાજ્ય માટે સાત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારનાં લોકોને શહેરી વિકાસને લગતા 545 કરોડ પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. તેમાંથી ચાર પાણી પુરવઠા, બે સીવેરેજ ટ્રીટમેન્ટ અને એક રીવરફ્રન્ટ વિકાસ સાથે સંબંધિત છે. આપને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે પીએમ મોદીનાં 6 કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી, મંગળવારે આ ત્રીજો કાર્યક્રમ છે.

મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં, 18, 21 અને 23 સપ્ટેમ્બરનાં રોજ, પીએમ મોદી બિહાર માટે વધુ ત્રણ કાર્યક્રમોને સંબોધન કરશે. ચૂંટણી પૂર્વે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારનાં લોકોને બે ડઝનથી વધુ ચૂંટણી રેલીઓમાં સંબોધન કરી શકે છે. પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને આજનાં કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘આજનો કાર્યક્રમ ખાસ દિવસે થઈ રહ્યો છે. આજે આપણે એન્જિનિયર્સ ડે ની ઉજવણી કરીએ છીએ. આ દિવસ દેશનાં મહાન એન્જિનિયર એમ.વિશ્વેશ્વરૈયા જીની જન્મજયંતિ છે, તેમની જ સ્મૃતિને સમર્પિત છે.

વડા પ્રધાને વધુમાં કહ્યું કે, ‘આપણા ભારતીય એન્જિનિયરોએ આપણા દેશનાં નિર્માણમાં અને વિશ્વનાં નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ચાહે કામ કરવા માટેનું સમર્પણ હોય, કે ખાસ નજર, ભારતીય એન્જિનિયરોની વિશ્વમાં એક અલગ ઓળખ છે. આપણને ગર્વ છે કે આપણા એન્જિનિયરો દેશનાં વિકાસ માટે જોરશોરથી આગળ વધી રહ્યા છે. બિહાર એવા લાખો એન્જિનિયરો આપે છે જેમણે દેશનાં વિકાસને નવી ઉંચાઈ આપી છે. બિહારની જમીન શોધ અને નવીનતાનો પર્યાય રહી છે. બિહારનાં કેટલાક પુત્રો દર વર્ષે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ સંસ્થામાં પહોંચે છે, પોતાનો પ્રકાશ પ્રગટાવતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.