Not Set/ અમદાવાદ/ સામાન્ય બોલાચાલીમાં મહિલાને ઉતારી મોતને ઘાટ, પતિ ઉપર પણ જીવલેણ હુમલો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મંગળવારે ધોળાદીવાસે હત્યાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોગને લઈને બે પડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ગુસ્સે ભરાયેલા બે યુવકોએ મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં છરી વાગવાથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો પતિ ગંભીર રીતે […]

Ahmedabad Gujarat
7fc74f85fb7a65e750de2ce2637349b9 અમદાવાદ/ સામાન્ય બોલાચાલીમાં મહિલાને ઉતારી મોતને ઘાટ, પતિ ઉપર પણ જીવલેણ હુમલો
7fc74f85fb7a65e750de2ce2637349b9 અમદાવાદ/ સામાન્ય બોલાચાલીમાં મહિલાને ઉતારી મોતને ઘાટ, પતિ ઉપર પણ જીવલેણ હુમલો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મંગળવારે ધોળાદીવાસે હત્યાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોગને લઈને બે પડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ગુસ્સે ભરાયેલા બે યુવકોએ મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં છરી વાગવાથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ શાહીબાગની ગણપત સોસાયટીમાં આ ઘટના બની છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પાલતુ કૂતરા અંગે છેલ્લા છ મહિનાથી બંને પડોશીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે મંગળવારે બપોરે ઝગડો થયા હતો. આ પછી ગુસ્સે ભરાયેલા યુવકે પડોશમાં રહેતી હર્ષિતા બેન રાઠોડ પર છરી વડે હુમલો કર્યો હતો.

b8d7bba0 8ab4 45df 8b4e 2a5f10d9b7f4 અમદાવાદ/ સામાન્ય બોલાચાલીમાં મહિલાને ઉતારી મોતને ઘાટ, પતિ ઉપર પણ જીવલેણ હુમલો

હર્ષિતા બેનના પતિ દીપકભાઇ રાઠોડ ઉપર પણ યુવકે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે, પતિ દીપકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ આરોપી ભાગી છૂટ્યો હતો. હાલ આરોપીને પકડવા પોલીસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.