Not Set/ ચાની કીટલી બાદ પાનના ગલ્લા ઉપર AMCની તવાઈ, સોશિયલ ડીસટન્સનું પાલન નહીં થાય તો…

  કોરોના વાઇરસ રાજ્યમાં સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સતત તેને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  જેટલી બેદરકારી સરકારી વિભાગોની છે એટલે જ બેદરકારી નાગરિકોની પણ  છે. નાગરિકો હવે એ રીતે વર્તી રહ્યા છે કે જાણે કે […]

Ahmedabad Gujarat
2597db944d7cd916356c8d4e3dcc16a4 ચાની કીટલી બાદ પાનના ગલ્લા ઉપર AMCની તવાઈ, સોશિયલ ડીસટન્સનું પાલન નહીં થાય તો...
2597db944d7cd916356c8d4e3dcc16a4 ચાની કીટલી બાદ પાનના ગલ્લા ઉપર AMCની તવાઈ, સોશિયલ ડીસટન્સનું પાલન નહીં થાય તો... 

કોરોના વાઇરસ રાજ્યમાં સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સતત તેને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  જેટલી બેદરકારી સરકારી વિભાગોની છે એટલે જ બેદરકારી નાગરિકોની પણ  છે. નાગરિકો હવે એ રીતે વર્તી રહ્યા છે કે જાણે કે કોરોના હોય જ નહિ.  

સરકારની કોઈ ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. એટલે જ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાની લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે.  તો નાસ્તાની લારીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે.  ઘણી જગ્યા પર સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  

આજે તો કોર્પોરેશન દ્વારા માત્ર સમજાવટથી કામ લેવામાં આવ્યું છે અને પાનના ગલ્લા વાળાને માત્ર સુચના આપવામાં આવી રહી છે કે માત્ર પાર્સલ આપવામાં આવે.  દરેક ગ્રાહક સોશિયલ ડીસટન્સનું પાલન કરે.  જો સૂચનાઓનું પાલન નહીં થાય તો અગામી સમયમાં સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે .

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ