Not Set/ રાજ્યસભામાં હંગામો, ઉપસભાપતિ પાસેથી કૃષિ બિલને લગતા કાગળો છીનવાનો પ્રયત્ન

કૃષિ બિલને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે. કૃષિ બિલનો વિરોધ હવે ઉગ્ર બન્યો છે અને સરકાર પર સતત હુમલો કરનાર છે. પરંતુ ગૃહની કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં કૃષિ બિલ સંબંધિત કાગળ પણ છીનવાનો પ્રયાસ થયો હતો. કાર્યવાહી દરમિયાન, ટીએમસીનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન ઉપસભાપતિ પાસે પહોંચ્યા અને વેલમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે ડેપ્યુટી સ્પીકર હરિવંશને ગૃહનાં […]

India
08c888ad967e682d5174997d7622dcfa રાજ્યસભામાં હંગામો, ઉપસભાપતિ પાસેથી કૃષિ બિલને લગતા કાગળો છીનવાનો પ્રયત્ન
08c888ad967e682d5174997d7622dcfa રાજ્યસભામાં હંગામો, ઉપસભાપતિ પાસેથી કૃષિ બિલને લગતા કાગળો છીનવાનો પ્રયત્ન

કૃષિ બિલને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે. કૃષિ બિલનો વિરોધ હવે ઉગ્ર બન્યો છે અને સરકાર પર સતત હુમલો કરનાર છે. પરંતુ ગૃહની કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં કૃષિ બિલ સંબંધિત કાગળ પણ છીનવાનો પ્રયાસ થયો હતો. કાર્યવાહી દરમિયાન, ટીએમસીનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન ઉપસભાપતિ પાસે પહોંચ્યા અને વેલમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે ડેપ્યુટી સ્પીકર હરિવંશને ગૃહનાં નિયમો બતાવ્યા અને કૃષિ બિલ સંબંધિત કાગળ છીનવાનો પ્રયાસ કર્યો.

દરમિયાન, YSR કોંગ્રેસે આ બિલ સાથે સરકારને ટેકો આપ્યો છે. YSR કોંગ્રેસનાં સાંસદ વી વિજયસાઇ રેડ્ડીએ બિલનાં વિરોધને વાહિયાત ગણાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાં કોંગ્રેસનાં ચૂંટણી ઘોષણાપત્રને લહેરાવતા રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર ખેડૂતોનાં નામે પાખંડ કરી રહી છે. તેમણે પોતાના ઘોષણાપત્રમાં જે કહ્યું તેને જ આ ઘોષણાપત્રમાં શામેલ કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ લોકો તેના પર હંગામો મચાવી રહ્યા છે. રેડ્ડીએ તેમના ભાષણ દરમિયાન કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેનાથી કોંગ્રેસ પાર્ટીમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી રદ્દ કરવામાં આવેલ છે.

કોંગ્રેસનાં સાંસદ આનંદ શર્માએ YSR કોંગ્રેસનાં સાંસદ પાસેથી તેમના શબ્દો માટે માફી માંગવાની માંગ કરી હતી અને ગૃહમાં ભારે હંગામો થયો હતો. ભારે વિરોધ પછી રેડ્ડીનાં ભાષણમાં અપશબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસનાં સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે, અમે નોટબંધીથી બરબાદ થયા બાદ વર્ષ 2019 માં ખેડૂતો માટે કેટલીક યોજનાઓ બનાવી હતી. તેમણે તેમની સુવિધાનાં હિસાબે અમારા ઘોષણાપત્રથી 2 પોઇન્ટસને ઉઠાવી લીધા. હું ઇચ્છીશ કે તે અન્ય મુદ્દાઓ પણ વાંચે. બીજી તરફ આનંદ શર્માએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ એવી પાર્ટી છે કે જેણે આઝાદી માટે લડૈઇ લડી અને દેશ માટે બલિદાન આપ્યું. તેઓએ ફરી ઇતિહાસ વાંચવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.