Not Set/ કૃષિ બિલ RS માંથી પસાર થયા બાદ રક્ષામંત્રી બોલ્યા-  હવે વિકાસનો નવો ઈતિહાસ લખાશે

  ખેડૂતોનાં ભારે વિરોધ બાદ રાજ્યસભામાં આજે કૃષિ બિલ પસાર કરવામાં આવ્યુ છે. બિલ પસાર થવા પર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કર્યું હતું કે, રાજ્યસભામાં આજે બે ઐતિહાસિક કૃષિ બિલો પસાર થતા ભારતે ‘આત્મનિર્ભર કૃષિ‘ માટે એક મજબૂત પાયો મુક્યો છે. જણાવી દઇએ કે, વિપક્ષે રવિવારે ગૃહમાં રજુ કરાયેલા ખેડૂતોને લગતા ત્રણ બિલોનો જબરદસ્ત […]

India
750cf9e2fbeb799560e380daf2915e56 કૃષિ બિલ RS માંથી પસાર થયા બાદ રક્ષામંત્રી બોલ્યા-  હવે વિકાસનો નવો ઈતિહાસ લખાશે
750cf9e2fbeb799560e380daf2915e56 કૃષિ બિલ RS માંથી પસાર થયા બાદ રક્ષામંત્રી બોલ્યા-  હવે વિકાસનો નવો ઈતિહાસ લખાશે 

ખેડૂતોનાં ભારે વિરોધ બાદ રાજ્યસભામાં આજે કૃષિ બિલ પસાર કરવામાં આવ્યુ છે. બિલ પસાર થવા પર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કર્યું હતું કે, રાજ્યસભામાં આજે બે ઐતિહાસિક કૃષિ બિલો પસાર થતા ભારતે આત્મનિર્ભર કૃષિમાટે એક મજબૂત પાયો મુક્યો છે. જણાવી દઇએ કે, વિપક્ષે રવિવારે ગૃહમાં રજુ કરાયેલા ખેડૂતોને લગતા ત્રણ બિલોનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. પરંતુ ભારે વિરોધ છતા રાજ્યસભામાં ત્રણેય બિલ પસાર થઈ ગયા છે.

કૃષિ બિલ પસાર થયા પછી ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓએ તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક ટવીટમાં જણાવ્યું હતું કે, “ખુબ આનંદની વાત છે કે રાજ્યસભામાં પસાર થયા પછી, કૃષિ ક્ષેત્રમાં વ્યાપક સુધારા લાવવામાં સક્ષમ બે બિલો, ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય અને ખેડૂત ભાવોની ખાતરી અને કૃષિ સેવાઓ કરાર બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે.

તેમણે આગળ લખ્યું, ‘આ બંને બિલો પસાર થતા ભારતની ખાદ્ય સુરક્ષા જ નહીં, પરંતુ તે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં એક મોટું અસરકારક પગલું સાબિત થશે. આ અભૂતપૂર્વ કૃષિ સુધારણા માટે હું વડા પ્રધાનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ અને કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનાં માર્ગદર્શન હેઠળ આજે આત્મનિર્ભર કૃષિનો મજબૂત પાયો મુકાયો છે.

સંસદમાં આ બંને બિલો પસાર થયા બાદ કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ અને વિકાસનો નવો ઇતિહાસ લખવામાં આવશે. કૃષિ બિલો અંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ‘70 વર્ષથી જે રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હતો, તેમને આઝાદી અપાવવાનું કામ સરકારે વડા પ્રધાન મોદીનાં નેતૃત્વ હેઠળ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.