Not Set/ અમદાવાદ/ ‘ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન’ કોરોનાને નાથવા માટે IAS ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું અનોખુ અભિયાન

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. અને રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં અધધધ વધારો નોધાઈ  રહ્યો છે. કોરોના સામે લડવા માટે અકસીર ઈલાજ કોરોનાનું સમયસર ટેસ્ટિંગ છે. અને અમદાવાદ ખાતે હવે એડી.ચીફ સેક્રેટરી આઇએએસ રાજીવ કુમાર ગુપ્તા દ્વારા આ અભિયાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદમાં વધુમાં વધુ કોરોનાના ટેસ્ટ થાય, […]

Ahmedabad Gujarat
f45f15ad97db41572fc01e68eda2f36f અમદાવાદ/ ‘ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન’ કોરોનાને નાથવા માટે IAS ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું અનોખુ અભિયાન
f45f15ad97db41572fc01e68eda2f36f અમદાવાદ/ ‘ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન’ કોરોનાને નાથવા માટે IAS ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું અનોખુ અભિયાન

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. અને રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં અધધધ વધારો નોધાઈ  રહ્યો છે. કોરોના સામે લડવા માટે અકસીર ઈલાજ કોરોનાનું સમયસર ટેસ્ટિંગ છે. અને અમદાવાદ ખાતે હવે એડી.ચીફ સેક્રેટરી આઇએએસ રાજીવ કુમાર ગુપ્તા દ્વારા આ અભિયાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદમાં વધુમાં વધુ કોરોનાના ટેસ્ટ થાય, અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહિ.

આ માટે રાજીવ કુમાર ગુપ્તા દ્વારા અમદાવાદમાં “ટેસ્ટ વન ટેસ્ટ ઓલ’ અભિયાન આરંભ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વતી એડી.ચીફ સેક્રેટરી ડો.રાજીવ ગુપ્તાએ આ અભિયાન અંગે માહિતી આપી હતી.

માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, શહેરના તમામ ઝોનમાં 100 ટેસ્ટ કિઓસ્ક મૂકાયા છે. 80 અર્બન હેલ્થ સેન્ટર પર પણ ટેસ્ટ સુવિધા પ્રાપ્ય કરવામાં આવી છે. માસ્ક ફરજીયાત અને સામાજિક દૂરી માટે પણ તેમણે  અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….