Not Set/ Google એ આરતી સાહાનું Doodle બનાવી કર્યા યાદ, જાણો તેમના વિશે

  ગૂગલે ગુરુવારે ભારતીય સ્વીમર આરતી સાહાની 80 મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ બનાવ્યું હતુ. સાહા 1960 માં પદ્મશ્રી એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા હતી. ગૂગલ દ્વારા લોકોને સંદેશા મોકલવા અને કોઈને યાદ રાખવા માટે ડૂડલ્સ બનાવવામાં આવે છે. ગૂગલ સામાન્ય રીતે કેટલાક મહાન વ્યક્તિત્વને યાદ કરીને અથવા લોકોને જાગૃત કરવા માટે ડૂડલ્સ બનાવે છે. સાહાનો જન્મ […]

Uncategorized
3b08d0e4a30ccaf9217eccf94f61f1f5 Google એ આરતી સાહાનું Doodle બનાવી કર્યા યાદ, જાણો તેમના વિશે
3b08d0e4a30ccaf9217eccf94f61f1f5 Google એ આરતી સાહાનું Doodle બનાવી કર્યા યાદ, જાણો તેમના વિશે 

ગૂગલે ગુરુવારે ભારતીય સ્વીમર આરતી સાહાની 80 મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ બનાવ્યું હતુ. સાહા 1960 માં પદ્મશ્રી એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા હતી. ગૂગલ દ્વારા લોકોને સંદેશા મોકલવા અને કોઈને યાદ રાખવા માટે ડૂડલ્સ બનાવવામાં આવે છે. ગૂગલ સામાન્ય રીતે કેટલાક મહાન વ્યક્તિત્વને યાદ કરીને અથવા લોકોને જાગૃત કરવા માટે ડૂડલ્સ બનાવે છે.

સાહાનો જન્મ 24 સપ્ટેમ્બર 1940 માં કોલકાતામાં થયો હતો. તેણે હુગલી નદીનાં કાંઠે તરવાનું શીખ્યુ હતુ. બાદમાં તેમણે ભારતનાં શ્રેષ્ઠ સ્પર્ધાત્મક તરવૈયા સચિન નાગની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી. સાહાએ પાંચ વર્ષની વયે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 11 વર્ષની ઉંમરે, તેણે તરવૈયા તરીકેનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

12 વર્ષની ઉંમરે, સાહાએ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં 1952 નાં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તે ભાગ લેનાર ભારતની પ્રથમ ટીમમાં સામેલ હતી. સાહા ટીમમાં સામેલ ચાર મહિલાઓમાંની એક હતી. 18 વર્ષની ઉંમરે, તેણે અંગ્રેજી ચેનલને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ફળ પ્રયાસ પછી, તે પ્રવાસ પૂર્ણ કરવામાં સફળ રહી હતી. તે આમ કરનાર પ્રથમ એશિયન મહિલા બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.