Not Set/ સેટેલાઇટ હની ટ્રેપ મામલે વધુ એક આરોપીની ધરપકડ, આવા ખુલાસા આવ્યા સામે…

  સેટેલાઇટ હની ટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં સાત લોકોને હની ટ્રેપમાં શિકાર બનાવ્યા છે. અને કોને ટાર્ગેટ બનાવતા તે અંગે પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓનલાઇન ડેટિંગ કરતા વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના સેટેલાઇટ વિસ્તારમાં જોવા સામે આવ્યો હતો. […]

Ahmedabad Gujarat
b5182075935836e555207f58aa2aa2cd સેટેલાઇટ હની ટ્રેપ મામલે વધુ એક આરોપીની ધરપકડ, આવા ખુલાસા આવ્યા સામે...
b5182075935836e555207f58aa2aa2cd સેટેલાઇટ હની ટ્રેપ મામલે વધુ એક આરોપીની ધરપકડ, આવા ખુલાસા આવ્યા સામે... 

સેટેલાઇટ હની ટ્રેપ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં સાત લોકોને હની ટ્રેપમાં શિકાર બનાવ્યા છે. અને કોને ટાર્ગેટ બનાવતા તે અંગે પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઓનલાઇન ડેટિંગ કરતા વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના સેટેલાઇટ વિસ્તારમાં જોવા સામે આવ્યો હતો. ટીન્ડર એપ્લિકેશન મારફતે મિત્રતા કેળવી યુવકોને ફસાવ્યા બાદ તેની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક આરોપી આસિક દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામાં બે આરોપી સમીર અને શીતલ ઉર્ફે જાહ્નવીની ધરપકડ કરી હતી. જેઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં સાત લોકોને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.

આ ગેંગનો મુખ્ય સાગરીત આસિફ અને અન્ય એક મહિલા આરોપી હજી પણ ફરાર છે. જેને પકડવા માટે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની ત્રણ ટીમોને કામે લગાડવામાં આવી છે.  ફરાર આરોપી આસિફ વિરમગામ પાસેના માલવણમાં રિસોર્ટ ધરાવે છે. ઉપરાંત તેની પાસે લક્ઝ્યુરિયસ ગાડીઓ અને લાયસન્સવાળું હથિયાર પણ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ મોટાભાગના રૂપિયા આંગડિયા પેઢી મારફતે હવાલાથી મંગાવતો હતો. હવે પોલીસ તેના હથિયારની વિગતો મેળવી લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી કરશે.

 આરોપીઓ મોટાભાગે મિત્રોને જ ટાર્ગેટ બનાવતા હતા. કયો મિત્ર રૂપિયા ચૂકવી શકે તેમ છે તેને પહેલા ટાર્ગેટ કરતા. જો કે અગાઉ પકડાયેલ આરોપી સમીર પાસે પોલીસનો ડ્રેસ ક્યાંથી લાવ્યો હતો. તે અંગે પણ તપાસ શરૂ કરી છે. પરંતુ જ્યારે આસિફ પકડાયા બાદ જ આ અંગે હકીકત મળી શકે તેમ છે…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.