Not Set/ અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળથી આઘેડનો મળ્યો મૃતદેહ

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ  અમદાવાદના એસજી હાઇવે પાસે આવેલ કર્ણાવતી કલબ નજીક વહેલી સવારે એક આઘેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી હતી.પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થરે આવી પહોંચી હતી.પોલીસે તપાસ કરતા મૃતક 44 વર્ષીય  સફાઈકર્મી સોમાભાઇ બાબુભાઇ પરમાર હોવાનું માલુમ પડ્યું હતું. મૃતદેહ પાસે લોહીની ઉલ્ટી પણ પડેલ હોવાથી […]

Ahmedabad Gujarat

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના એસજી હાઇવે પાસે આવેલ કર્ણાવતી કલબ નજીક વહેલી સવારે એક આઘેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી હતી.પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થરે આવી પહોંચી હતી.પોલીસે તપાસ કરતા મૃતક 44 વર્ષીય  સફાઈકર્મી સોમાભાઇ બાબુભાઇ પરમાર હોવાનું માલુમ પડ્યું હતું.

મૃતદેહ પાસે લોહીની ઉલ્ટી પણ પડેલ હોવાથી પ્રથમ દૃષ્ટિએ આકસ્મિક મોત માનવામાં આવી રહ્યું છે. ત્યારે આઘેડના પરિવરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચતા ગેરા શોક માં ડૂબી ગયા હતા.ત્યારે પોલીસે  આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.મૃતક સફાઈકર્મી હોવાનું પોલીસને માલુમ પડતા આગામી કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.